________________
૩૦
પ્રવચનસારોદ્ધાર
શકસ્તવ વિગેરે સ્તોત્રોને પાઠ ભેગમુદ્રાવડે થાય છે. વંદન એટલે ચિત્યવંદન. તે અરિહંત ચેઈઆણું સૂત્રથી થાય છે. તેથી તે સૂત્ર જિનમુદ્રાથી બેલાય. આ જિનમુદ્રા પગ સંબંધી છે અને ગમુદ્રા હાથ સંબંધી છે, બંને મુદ્રાને ઉપગ ચૈત્યવંદનમાં કરાય છે. પ્રણિધાન સૂત્ર એટલે જયવીયરાય વિગેરે મુકતાશુક્તિ મુદ્રાવડે બેલાય છે. .
હવે પંચાંગ પ્રણિપાત અને મુદ્રાઓનું લક્ષણ બતાવે છે. બે ઢીંચણ, બે હાથ અને મસ્તક–એ પાંચ અંગથી સારી રીતે નમવું તે પંચાંગ પ્રણિપાત. આંગળીઓ એકબીજામાં પરેવી બંને હાથને કમળના ડોડાકાર કરી પેટ પર બે કેણીઓ મૂકવી તે ગમુદ્રા.
કાઉસ્સગ્ન વખતે બે પગ વચ્ચે આગળની બાજુ ચાર આંગળનું અને પાછળની બાજુ ચાર આંગળથી કંઈક ઓછું અંતર રહેતું હોય તે જિનમુદ્રા.
બંને હાથની હથેળી એક બીજાને જોડીને પણ અંદરથી પિલી રાખીને લલાટે બે આંખની વચ્ચે અડાડવી તે મુક્તા-શુક્તિ મુદ્રા. કેટલાક આચાર્ય ભગવંતેના મતે લલાટથી કાંઈક દૂર રાખવી. (૧૦) પ્રણિધાનત્રિક
અશુભ મનવચન-કાયાનું નિયંત્રણ અને શુભ મન-વચન-કાયાનું પ્રવર્તન કરી કાયાને સ્થિર કરી, હાથને કમળના ડેડાના આકારે કરી, મનમાં સુંદર ચરિત્રવાળા, અચિંત્ય ચિંતામણી સમાન વંદનીય અરિહંતને સ્થાપન કરી મધુરતામાં મધ કરતા પણ મીઠી મધુરી વાણીથી આ પ્રણિધાન–સૂત્રનું ઉચ્ચારણ કરે.
હે ત્રણ જગતના નાથ ! આપને જય થાઓ, હે પ્રાણીઓના શરણ! હે જિનેશ્વર! તમારી કૃપા દ્વારા મને શ્રેષ્ઠ વિવેક પ્રગટે, સંસાર ઉપર વૈરાગ્ય થાઓ, સંયમ ભાવ પ્રગટે, ગુણાપ્તિ સાથે પરાર્થકરણમાં ઉદ્યમ પ્રગટે.” અવગ્રહ -
दाहिणवामंगठिओ नरनारिगणोऽभिवंदए देवे ।
उक्किट्ट सहिहत्थुग्गहे जहन्नेण करनवगे ॥ ७७॥ પુરુષ–પ્રધાનતાના કારણે પુરુષ પ્રતિમાની જમણી બાજુ અને સ્ત્રી ડાબી બાજુ ઉત્કૃષ્ટથી સાઠ હાથ અને જઘન્યથી નવ હાથ દૂર રહી વંદન કરે. કેમકે અવગ્રહનું કારણ શ્વાસોશ્વાસ વિગેરેથી ઉત્પન્ન થતી આશાતના ન થાય તે માટે છે. (૭૭) સંપદા -
अट्ठनवट्ठ य अट्ठवीस सोलस य वीस वीसामा । मंगलइरियावहिवा सक्कथयपमुहदंडेसु ॥७८॥