Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 428
________________ ૯૩. નિગ્રંથ કુશીલ, આસેવના અને કષાય-એમ બે પ્રકારે હોવા છતાં પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને યથાસૂક્ષ્મ-એમ પાંચ પ્રકારે પણ છે. મૂલત્તરગુણની વિરાધનાથી અને સંજવલન કષાયના ઉદયથી જેમનું શીલ એટલે ચારિત્ર. દૂષિત છે, તે કુશીલ કહેવાય. તે આવનાકુશીલ અને કષાયકુશીલ–એમ બે પ્રકારે છે. આસેવના એટલે સંયમની જે વિપરીત આરાધના, તેના વડે જે કુશીલ તે આસેવનાકુશીલ. સંજવલન ક્રોધ વગેરે કષાયના ઉદયથી જે કુશીલ, તે કષાયકુશીલ. કુશીલ બે પ્રકારે હેવા છતાં પણ પ્રતિસેવના કુશીલના પાંચ પ્રકાર છે. ૧. જ્ઞાનકુશીલ, ૨. દર્શનકુશીલ, ૩. ચારિત્રકુશીલ, ૪. તપકુશીલ અને ૫. યથાસૂફમકુશીલ, તેમાં જે જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપવડે પોતાની આજીવિકા ચલાવે પોતે જીવે) તે. તે પ્રતિસેવક કહેવાય. બીજા આચાર્યો તપની જગ્યાએ લિંગ કહે છે. આ મહાત્મા સારા તપસ્વી છે વગેરે પ્રશંસાથી જે સંતુષ્ટ થાય, તે સૂક્ષ્મપ્રતિસેવક. કષાયકુશીલ, પણ જ્ઞાનકષાયકુશીલ, દર્શનકષાયકુશીલ, ચારિત્રકષાયકુશીલ, તપકષાયકુશીલ, સૂમિકષાયકુશીલ-એમ પાંચ પ્રકારે છે. જે જ્ઞાન, દર્શન અને તપને સંજવલન ક્રોધ વગેરે કષાયને આધીન થઈ એટલે તેમાં ઉપગવંત થઈ પિત પિતાના વિષયમાં (સ્વાર્થ માં ) વાપરે (ઉપગ) કરે, તે કષાયકુશીલ કહેવાય. કષાયાધીન થઈ જે કઈને પણ શ્રાપ આપે, તે ચારિત્રકષાયકુશીલ, મનથી જે ક્રોધ વગેરે કરે, તે સૂફમકષાયકુશીલ. અથવા સંજ્વલનોધ વગેરે કષાયને આધીન થઈ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિરાધે એટલે અતિચારોથી મલિન કરે, તે જ્ઞાનાદિ કષાયયુક્ત-કુશીલ સૂકમકષાયકુશીલ તે ઉપર પ્રમાણે છે. (૭૨૫) ૪. નિગ્રંથ :उवसामगो १ य खवगो २ दुहा नियंठो दुहावि पंचविहो । पढमसमओ १ अपढमो २ चरम ३ अचरमो ४ अहासुहुमो ५ ॥७२६॥ ઉપશામક અને ક્ષપક-એમ બે પ્રકારે નિગ્રંથ હેવા છતાં પણ ૧. પ્રથમસમયી, ૨. અપ્રથમસમયી, ૩. ચરમસમયી, ૪. અચરમસમયી અને ૫. યથાસૂક્ષ્મ-એમ પાંચ પ્રકારે છે. - મોહનીય કર્મરૂપ ગાંઠ જેમાંથી નીકળી ગઈ છે, તે નિર્ગથ. તે ઉપશાંતમૂહ અને ક્ષીણમેહ -એમ બે પ્રકારે છે. ૫૨

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444