Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 439
________________ ૪૨૦ પ્રવચનસારોદ્ધાર ૩. ઉદ્ધતા ભિક્ષા : પોતાના પ્રયત્નથી જ બનાવેલ ભોજનને મૂળ થાળી વગેરે વાસણમાંથી બીજી થાળી વગેરે વાસણમાં કાઢવું, તે ઉદ્ધતા. તેને સાધુ ગ્રહણ કરે તે ઉદ્ધતાનામે ત્રીજી ભિક્ષા થાય.' ૪. વાલ, ચણા, આિ, પૂડલા વિગેરે લેપ વગરની નિરસભિક્ષા. અ૫ શબ્દ અભાવ વાચક અર્થમાં છે, માટે અલ્પપા એટલે લેપવગરની અથવા અલ્પલેપા એટલે પશ્ચાતુકર્મ વગેરેથી ઉત્પન્ન થયેલ કર્મસંબંધ જેમાં થોડે છે, તે અલપેલેપા. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, પાત્રામાં ગ્રહણ કર્યા પછી જેમાં અ૫ પશ્ચાતકર્મ વગેરે અલ્પપર્યાયજાત એટલે થોડા રેસા વગેરે છોડવાના હેય, તે અલ્પલેપા. અહીં પાંઆ વગેરે ગ્રહણ કરે છતે પશ્ચાતકર્મ આદિ અલ્પ થાય છે. તથા પર્યાય જાત પણ અલ્પ હોય છે. (૭૪૧) भोयणकाले निहिया सरावपमुहेसु होइ उग्गहिया ५। पग्गहिया जं दाउं भुत्तुं व करेण असणाई ६ ॥ ७४२ ॥ ભોજન સમયે શરાવડા વગેરે કાંસાના વાસણમાં મૂકી રાખેલ હોય તે અવગૃહિતાભિક્ષા. જે આપવા માટે કે ખાવા માટે હાથમાં લીધેલ ભેજન (અશન) વગેરે તે પ્રગહિતા. ૫. અવગહિતા ભિક્ષા ભોજન સમયે શરાવડા તથા કાંસા વગેરેના વાસણમાં ખાવાની ઈચ્છાથી જે ભાત વગેરે કાઢેલ હોય, તેને ગ્રહણ કરનાર સાધુની ભિક્ષા અવગૃહિતા નામે પાંચમી ભિક્ષા થાય છે. આમાં આપનારે પહેલા પાણીથી હાથ કે વાસણ ધોયા હોય અને તે હાથ કે વાસણમાંનું પાણી સૂકાઈ ગયું હોય તે ભિક્ષા લેવી ખપે. જે થોડી પણ ભિનાશ હેય તે ન ખપે. ૬. પ્રગહિતા ભિક્ષા ભોજન વખતે ખાનારાઓને પીરસવા માટે પીરસનારાએ તપેલા વગેરેમાંથી ચમચા વગેરે દ્વારા ભોજન કાઢયું હોય પણ ખાનારાને આવ્યું ન હોય અને સાધુને આપે અથવા ખાનારાઓ ખાવા માટે પોતાના હાથમાં જે અશન વગેરેને કળીયે લીધે હોય, તે સાધુને આપે તે પ્રગૃહિતા નામની છઠ્ઠી ભિક્ષા થાય છે. (૭૪ર) भोयणजायं जं छड्डणारिहं नेहयंतिदुपयाई । अद्धच्चत्तं वा सा उज्झियधम्मा भवे भिक्खा ॥७४३॥ જે ભેજન નાંખી દેવા યોગ્ય હોય અને દ્વિપદ એટલે કોઈ પણ માણસ આદિ ઈચ્છતા ન હોય, તે અથવા અડધું ફેંકી દીધું હોય તે ભિક્ષા ઉજ્જિતધર્મા થાય છે.

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444