Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 438
________________ ૬. પાણી અને ભેજનની સાત એષણું ૪૧૯ સિદ્ધાંતની ભાષામાં પિંડને ભક્ત કહેવાય છે. તેને ગ્રહણ કરવાના પ્રકાર તે પિડેષણું. તે સાત પ્રકારે છે. (૧) અસંભ્રષ્ટા, (૨) સંસૃષ્ટા, (૩) ઉદ્ધતા, (૪) અલ્પલેપિકા, (૫) અવગૃહિતા, (૬) પ્રગૃહિતા, (૭) ઊજિઝતધર્મ. આ સાતે એક બીજાથી ઉત્તરોત્તર અતિ વિશુદ્ધ હવાથી–આ પ્રમાણે કમ બતાવ્યું છે. ગાથામાં જે પહેલા સંસૃષ્ટા લેવામાં આવી છે. તે ગાથાના છંદભંગના ભયથી લીધેલ છે. સાહુઓ બે પ્રકારના છે. ગચ્છવાસી અને ગછબાહ્ય. તેમાં ગચ્છવાસી સાધુઓને સાતે પ્રકારની પિડેષણની (અનુજ્ઞા) છૂટ છે. જ્યારે ગચ્છબાહ્ય સાધુઓ માટે પહેલી બે અગ્રહણ છે. અને પાછળની પાંચમાંથી બેનો અભિગ્રહ કરે. (૭૩૯) આ સાતે ભિક્ષાની વ્યાખ્યા ગ્રંથકાર પોતે જ કરે છે. तंमि य संसट्ठा हत्थमत्तएहिं इमा पढम भिक्खा १। तविवरीया बीया भिक्खा गिण्हतयस्स भवे २॥ ७४० ॥ પ્રથમ સંસણભિક્ષા-હાથ અને માત્રક (વાસણું) વડે ગ્રહણ કરતા થાય છે. બીજી ભિક્ષા પહેલી ભિક્ષાથી વિપરીત પણે ગ્રહણ કરતા થાય છે. ૧. સંતુષ્ટાભિક્ષા હાથ અને માત્ર એટલે વાસણ વડે થાય છે. એટલે કે છાશ ઓસામણ વગેરે ખરડાયેલ હાથ વડે અને ખરડાયેલ માત્ર એટલે વાટકી વગેરે વડે ભિક્ષા ગ્રહણ કરનાર સાધુને સંસૃષ્ટા નામે પહેલી ભિક્ષા થાય છે. આ ભિક્ષા બીજી હોવા છતાં પણ મૂળ ગાથાની અપેક્ષાએ પ્રથમ છે. સંસ્કૃષ્ટ અને અસંસૃષ્ટ, સાવશેષ અને નિરવશેષ દ્રવ્ય વડે આઠ ભાંગા થાય છે. તેમાં સંસૃષ્ટ-હાથ, સંસૃષ્ટ–માત્રક, સાવશેષ-દ્રવ્યએ આઠમે ભાંગે ગચ્છબાહ્ય સાધુએને પણ ખપે છે. બાકીના ભાંગાઓ ગચ્છવાસી સાધુઓને સૂત્ર-હાનિને વગેરે કારણુશ્રયીને ખપે છે. ૨. અસંસટ્ટાભિક્ષા : અસંસૃષ્ટ હાથથી અસંસૃષ્ટ માત્રક (ભાજન) વડે ભિક્ષા ગ્રહણ કરનાર સાધુઓને અસંસા ભિક્ષા થાય છે. અહીં પણ અસંતૃષ્ટ હાથ, અસંસૃષ્ટ માત્રક, સાવશેષદ્રવ્ય અથવા નિરવશેષદ્રવ્ય હોય, તેમાં નિરવશેષદ્રવ્યમાં પશ્ચાતુકર્મને દોષ લાગે છે. છતાં પણ ગચ્છમાં બાલ-વૃદ્ધ વગેરે હોવાથી તેને નિષેધ નથી. આથી સૂત્રમાં તેની ચિંતા કરેલ નથી. (૭૪૦) नियजोएणं भोयणजायं उद्धरियमुद्धडा भिक्खा ३ । सा अप्पलेविया जा निल्लेवा वल्लचणगाई ४ ॥ ७४१॥ પિતે કરેલ ભેજનને મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢવું તે ઉદ્ધતા નામે ત્રીજી ભિક્ષા છે. વાલ, ચણું વગેરે લેપ વગરની ભિક્ષા તે અ૯પલેપ નામે ભિક્ષા છે.

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444