Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 437
________________ ૪૧૮ પ્રવચનસારદ્વાર - (૨) દેવ, મનુષ્ય, તિર્યંચ વડે કરાયેલ ઉપસર્ગોની તિતિક્ષા એટલે સારી રીતે સહન કરવા માટે ભજનો ત્યાગ કરે. ઉપસર્ગો અનુકૂળ અને પ્રતિકૂળ એમ બે પ્રકારે છે. તેમાં માતા, પિતા, સ્ત્રી વગરના સ્વજનેએ કરેલ ઉપસર્ગ અનુકૂલઉપસર્ગ છે. તેઓ સ્નેહ વગેરેના કારણે દીક્ષા છોડાવવા માટે ક્યારેક આવે, ત્યારે આ ઉપસર્ગ છે-એમ માની ભોજન ન કરે. કેમકે તેઓ સાધુને ઉપવાસ કરતા જઈ, સાધુને નિશ્ચય જાણીને મરણ વગેરેના ભયથી સાધુને છોડી દે. ગુસ્સે થયેલ રાજા વગેરે દ્વારા કરાયેલ ઉપસર્ગ પ્રતિકૃલઉપસર્ગ છે. તેમાં પણ ભજન ત્યાગ કરે. સાધુને ઉપવાસ કરતા જોઈ, રાજા વગેરે પણ દયા આવવાથી પ્રાયઃ છેડી દે. (૩) બ્રહ્નચર્યગુપ્તિના પાલન માટે એટલે મૈથુનવિરમણવ્રતની રક્ષા માટે ઉપવાસ કરે. કેમકે ઉપવાસ કરવાથી કામવાસના ઘણી દૂર થાય છે. કહ્યું છે કે, “આહાર વગરના આત્માની વિષયવાસના દૂર થાય છે.” (૪) પ્રાણિદયા એટલે જીવદયાના રક્ષણ માટે. વરસાદ પડતો હોય, ધુમ્મસ હોય, સચિત્ત રજની વૃષ્ટિ થતી હોય, ઝીણી ઝીણી દેડકીઓ, મસી, કુંથવા વગેરે જીવાતવાળી જમીન પર જીવદયા માટે ફરવાનું છેડીને ભોજન ન કરે. (૫) તપ કરવા માટે એટલે એક, બે, ત્રણ ઉપવાસથી લઈ છ મહિના સુધીના ઉપવાસ કરે, ત્યારે ભેજનને ત્યાગ કરે. શરીરના વ્યવચ્છેદ એટલે અનશન કરે ત્યારે. શિષ્ય બનાવવા વગેરે સમસ્ત પોતાની ફરજ પૂરી થયા પછી પાછલી વયમાં સંલેખના કરવાપૂર્વક જાવજજીવન અનશનનું પચ્ચકખાણ કરવા યોગ્ય આત્માને કરીને ભોજનને ત્યાગ કરે. (૬) શિષ્ય બનાવવા વગેરે ફરજ પૂરી કર્યા વગર યુવા કે પ્રૌઢ અવસ્થામાં શરીર ત્યાગ માટે અનશન પચ્ચકખાણ કરવાથી જિનાજ્ઞા ભંગને પ્રસંગ આવે છે. સંલેખના વગર અનશન કરે, તે આર્તધ્યાન વગેરેને સંભવ છે. કહ્યું છે કે શરીરની સંલેખના કર્યા વગર એકદમ અનશન સ્વીકારી લેવાથી અચાનક ધાતુઓનો ક્ષય થયા છે, તેથી છેલ્લા સમયે જીવને આર્તધ્યાન થઈ જાય છે. આવા કારણોની વિચારણું આગળની જેમ જ સમજવી. (૭૩૮) ૯૬. પાણી અને ભેજનની સાત એષણ संसह १ मसंसट्ठा २ उद्धड ३ तह अप्पलेविया ४ चेव ।। उग्गहिया ५ पग्गहिया ६ उज्झियधम्मा ७ य सत्तमिया ॥७३९।। (૧) સંસૃષ્ટા, (૨) અસંસૃષ્ટા, (૩) ઉદ્ધતા, (૪) અ૫લેપિકા, (૫) અવગૃહિતા, (૬) પ્રગૃહિતા અને (૭) ઉક્ઝિતધર્મા-એ સાત ગ્રહણૂષણ છે.

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444