________________
૪૨૨
પ્રવચનસારદ્વાર ૨. ભિક્ષા માટે ફરતાં એક હારમાં રહેલ ઘરની લાઈનમાં પેસી બીજી સામેની લાઈનમાં ભિક્ષા લેતે લેતે પાછો નીકળી જાય. આને ભાવ એ છે કે ઉપાશ્રયેથી સાધુ નીકળી એક જ વારમાં રહેલા ઘરમાં ભિક્ષા લેતે શેરીના છેડા સુધી જઈને પાછા ફરતા બીજી હારમાં રહેલા ઘરમાં જે ભિક્ષા ગ્રહણ કરે, તે ગવાપ્રત્યાગતિક છે.
આની વ્યુત્પત્તિ એવી છે. જઈને પાછા આવવાપણું જેમાં છે. તે ગત્વા પ્રત્યાગતિ. બીજા આચાર્યો એમ કહે છે કે, ઋજવી ગતિથી વિપરીત પણે છે તે ગcપ્રત્યાગતિકા.(૭૪૬)
वामाओ दाहिणगिहे मिक्खिज्जइ दाहिणाओ वामंमि । जीए सा गोमुत्ती ३ अड्डवियड्डा पयंगविही ४ ॥ ७४७ ॥
૩. ડાબી બાજુના ઘરેથી જમણી બાજુના ઘરે, જમણી બાજુના ઘરેથી ડાબી બાજુના ઘરે, જે ભિક્ષા લે, તે ગેમૂત્રિકાભિક્ષાવિથિ છે. આ ભિક્ષાવિથિ સામસામી ઘરની હાર હોય, ત્યારે એક ઘરમાં જઈને ફરી બીજી વારમાં જાય. પછી તેમાંથી સામેની હારમાં જાય. આ પ્રમાણે કમ છે.
૪. અર્દ વિતર્દ એટલે અનિયત ક્રમે જે ભિક્ષા માટે ફરે, તે પતંગવિથિ. પતંગ એટલે પતંગીયુ. તેની કૂલ પર ઉડવાની જે પદ્ધતિ તે પતંગવિથિ. પતંગીયાની ઉડવાની પદ્ધતિ અનિયત ક્રમવાળી એટલે અનાશ્રિત કમવાળી હોવાથી તે ભિક્ષાવિથિ પતંગવીથિકા કહેવાય છે. (૭૪૭)
चउदिसि सेणीभमणे मज्झे मुकमि भन्नए पेडा ५। दिसिदुगसंबद्धस्सेणिभिखणे अद्धपेडत्ति ६॥ ७४८ ॥
૫. પેટા એટલે કપડા વગેરે મૂકવા માટે બનાવેલ લાકડાની પેટી. જે લેકપ્રસિદ્ધ છે. તે ચેરસ હોય છે. એટલે અભિગ્રહ વિશેષધારી સાધુ ગામ વગેરે ક્ષેત્રમાં ઘરને પેટીની જેમ ચેરસ કપીને તેમાં વચ્ચે રહેલા ઘર છોડી દે. અને ચારે દિશામાં એક હારમાં રહેલા ઘરમાંથી સમશ્રેણી ભિક્ષા લે, તે પેટાભિક્ષાવિથિ કહેવાય છે.
૬. જે બે દિશામાં રહેલા ઘરની શ્રેણીમાંથી ભિક્ષા લે, તે અર્ધ પેટા. એટલે પેટીને અડધા આકાર સમાન ઘરની હારમાંથી ભિક્ષા લેવી તે અર્ધપેટા. (૭૪૮)
अभिंतरसंबुका जीए भमिरो बहिं विणिस्सरइ ७ । बहिसंबुका भन्नइ एयं विवरीयभिक्खाए ८ ॥ ७४९ ॥
શંબૂક એટલે શંખ. શંખમાં રહેલ આંટાની જેમ ફરવાનું હોય, તે શંખૂકાવિથિ. એ બે પ્રકારે છે. અત્યંતરસંબૂક અને બાહ્યગંબૂકા.
૭. જેમાં ક્ષેત્રના મધ્યભાગમાંથી શંખના આંટાની જેમ ભિક્ષા ફરતા ફરતા બહાર નીકળે, ક્ષેત્રના બહારના ભાગે આવે, તે અત્યંતરશખૂકા.