________________
૨૬૩
૬૭. કરણસિત્તરી
पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोवि य अभितरओ तवो होइ ॥५६०॥
હવે બાર પ્રકારે તપ કહે છે. અનશન, ઉદરિકા વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયલેશ, સંલિનતા એ બાહ્યતપ છે, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાત્સર્ગ એઅત્યંતર તપ છે. આ બાર પ્રકારના તપનું સ્વરૂપ તપની અતિચારની વ્યાખ્યા વખતે કરેલ હોવાથી ફરી કહેતા નથી. (૫૫૯-૧૬૦) ક્રોધાદિનિગ્રહ -
कोहो माणो माया लोभो चउरो हवंति हु कसाया । एएसि निग्गहणं चरणस्स हवंति मे भेया ॥५६१॥
જેમાં પ્રાણીઓની હિંસા થાય તે કષ એટલે સંસાર તેને જે પ્રાપ્ત કરાવે તે કષાય. તે ચાર પ્રકારે છે. ક્રોધ-માન-માયા અને લેભ. તેને જે નિગ્રહ તે કષાયનિગ્રહ.
આ ચરણસિત્તરના ભેદનો સરવાળો કુલ્લે સીત્તેર થાય છે. પાંચ વ્રત, દશ યતિધર્મ, સત્તર પ્રકારે સંયમ, દશ વૈયાવચ્ચ નવ બ્રહ્મચર્યગુપ્તિ, જ્ઞાનાદિત્રિક, બાર પ્રકારે તપ અને ચાર ધન નિગ્રહ વગેરે. (૫૬૧)
૬૭. કરણસિત્તરી पिंड विसोही ४ समिई ५ भावण १२ पडिमा १२ य इंदियनिरोहो ५ । पडिलेहण २५ गुत्तीओ ३ अभिग्गहा ४ चेव करणं तु ७० ॥५६२॥
પિડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઈન્દ્રિયનિરોધ, પ્રતિલેખના, ગુપ્તિ, અભિગ્રહ-એ કરણસિત્તરી છે. | ડિવિશુદ્ધિ–ઘણા સજાતીય-વિજાતીય કઠિન દ્રવ્યને એકઠા કરવા, તે પિંડ, અનેક આધાકર્મ વગેરે દેના ત્યાગપૂર્વક તે પિડની જે શુદ્ધિ, તે પિંડવિશુદ્ધિ.
સમિતિ --સમ એટલે સમ્યક્ પ્રશસ્ત અહંતુ પ્રવચનાનુસારે રૂતિ એટલે ચેષ્ટા. તે ઈર્યાસમિતિ વગેરે સમિતિ.
ભાવના –જે ભાવી શકાય તે ભાવના. તે અનિત્યાદિની અનુપ્રેક્ષા સ્વરૂપ છે. ૧. ૫ વ્રત + ૧૦ યતિધમ + ૧૭ સંયમ + ૧૦ વૈયાવચ = ૪૨
૯ બ્રહ્મચર્ય + ૩ જ્ઞાનાદિ + ૧૨ તપ + ૪ કષાયનિગ્રહ = + ૨૮
૭૦ ૨. સમુદાયથી સમુદાય કથંચિત અભિન્ન હેવાથી તે ઘણું પદાર્થો એક જગ્યાએ ભેગા થવાથી પિડ શબ્દરૂપ કહેવાય છે.