________________
३४८
પ્રવચનસારોદ્ધાર
૨. ભૂતિક - વસતિ, શરીર, વાસણની રક્ષા માટે અને ભસ્મ, સૂતર વગેરે દ્વારા જે વિંટવું. તે ભૂતિકર્મ. કહ્યું છે, કે ભૂતિ એટલે રાખ વડે, માટી વડે કે સૂત્ર વડે ભૂતિકર્મ થાય છે. વસતિ, શરીર, વાસણની રક્ષા માટે જે વિંટવું, તે આભિગિક કર્મ.
૩. પ્રશ્ન-બીજા પાસે જે લાભ-અલાભ વગેરે પૂછાય કે તે પોતે અથવા બીજા પાસે અંગુઠા, દર્પણ, ખગ, પાણી વગેરેમાં જે જવાબ લેવાય તે પ્રશ્ન કહ્યું છે કે પૂછવું તે પ્રશ્ન કહેવાય. અથવા પિતાના દ્વારા લેવાય તે પ્રશ્ન કહેવાય. વાદ્ય, અંગુઠામાં, ઉચ્છિષ્ટપદમાં, દર્પણમાં, તરવારમાં, પાણીમાં અને ભીંત વગેરેમાં જે જેવાય તે પ્રશ્ન કહેવાય.
૪. પ્રશ્નાપ્રશ્ન – સ્વપ્નમાં આવીને વિદ્યા સ્વયં કહે તે અથવા ઘંટડી વગેરેમાં ઉતારેલ દેવતા જે બીજાને શુભાશુભ જીવન મરણ વગેરે કહે તે પ્રશ્નાપ્રશ્ન. કહ્યું છે કે “સ્વપ્નમાં જે વિદ્યાએ કહેલ હોય તે બીજાને કહેવું અથવા ઘંટડી વગેરેમાં ઉતારેલ દેવતાએ કહેલ કહેવું તે પ્રશ્નાપ્રશ્ન.”
૫. નિમિત્ત - ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ વિષયક પદાર્થને જાણવાના કારણરૂપ જે જ્ઞાન વિશેષ, તે નિમિત્ત.
કહ્યું છે, કે-નિમિત્ત ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એમ ત્રણ પ્રકારે છે. તે નિમિત્ત વગર ય પદાર્થ જાણી શક્તા નથી, માટે તે નિમિત્ત કહેવાય છે.
આ કૌતુક, ભૂતિકર્મ વગેરે સાધુ પોતાના ગૌરવ વગેરે માટે કરે તે અભિગ નિમિત્તક કર્મ બાંધે છે. અપવાદ માગે અતિશય જ્ઞાન હોય અને ગૌરવ વગર નિસ્પૃહપણે જે–આ કરે તો તે સાધુ આરાધક થાય છે. અને ઉચ્ચત્ર પણ બાંધે. કહ્યું છે કે “આ ગૌરવ માટે કરે તે સાધુ અભિગિકકર્મ બાંધે છે. અપવાદ માગે ગૌરવ રહિતપણે કરે, તે તે આરાધક થાય છે અને તીર્થની ઉન્નતિ કરવાને કારણે ઉચ્ચકર્મ બાંધે છે.(૬૪૪) ક, આસુરી ભાવના –
सइ विग्गहसीलतं १ संसत्ततवो २ निमित्तकहणं च ३ । निकिवयावि य ४ अवरा पंचमगं निरणुकंपत्तं ५ ॥६४५।।
૧. હંમેશા ઝઘડાખોર, ૨. સંસક્તત૫,. નિમિત્તકથન, ૪. નિષ્ણુપતા (નિર્દયતા), ૫. નિરનુકંપતા–એમ પાંચ પ્રકારે આસુરીભાવના છે.
૧. ઝઘડાખોર :- હંમેશા વિગ્રહ એટલે ઝઘડાખર એટલે પશ્ચાત્તાપ વગરને, દરેક સાથે વિરેધવાળ, ક્ષમાપના વગેરેમાં પ્રસન્નતા ન પામનાર જે હોય, તે સદા વિગ્રહશીલ કહેવાય. કહ્યું છે, કે હંમેશા ઝઘડા કરવાના સ્વભાવવાળ અને ઝઘડા ર્યા પછી પશ્ચાત્તાપ વગરને, સ્વપક્ષ કે પરપક્ષ તરફ ક્ષમાપના થવા છતાં જે પ્રસન્ન ન થનારો હોય છે.