________________
પ્રવચનસારોદ્ધાર (૧૧ થી ૧૪) ક્રોધ-માન-માયા અને લેભ. એમ ચાર કષાય મળીને ચૌદ અત્યંતરગ્રંથી છે. હાસ્ય એટલે આશ્ચર્ય વિસ્મય વગેરેમાં મેઢાના ખીલવારૂપ (વિકાસરૂપ છે.
રતિ એટલે અસંયમમાં પ્રીતિ અને અરતિ એટલે સંયમમાં અપ્રીતિ. ઈહલેક વગેરે સાત પ્રકારના ભ. ઈષ્ટ વિચગથી માનસિક દુઃખરૂપ શોક.
અસ્નાનથી મેલા શરીરવાળા મુનિની જે હિલના તે જુગુપ્સા. કહ્યું છે કે, અસ્નાન વગેરે કારણે સાધુને તિરસ્કારે (અરૂચી દાખવે) તે જુગુપ્સા.” આદ્યગ્રંથિ
खेत्तं वत्थु धणधन्नसंचओ मित्तनाइसंजोगो । जाणसयणासणाणि य दासा दासीउ कुवियं च ॥७२२॥
ક્ષેત્ર, વાસ્તુ એટલે મકાન, ધન, ધાન્યનો સંચય (સંગ્રહ), મિત્ર, જ્ઞાતિજનને મેળાપ, વાહન, શયન, આસન, દાસ, દાસી, કુય એટલે ઘરવખરી—એમ દશ પ્રકારે બાહ્યગ્રંથિ છે.
ક્ષેત્ર એટલે સેતુ વગેરે ખેતરો, વાસ્તુeખાત વગેરે મકાન, સોનું, ચાંદી વગેરે ધન, ચેખા વગેરે ધાન્ય, તે ધન-ધાન્યનો સંગ્રહ, સાથે મોટા થયેલ હોય તે મિત્ર, સગાવહાલા, સજજનો તે જ્ઞાતિજનો, મિત્ર જ્ઞાતિજનોને મેળાપ, પાલખી વગેરે વાહને, પલંગ વગેરે પથારી, સિંહાસન વગેરે આસનો અને દાસ, દાસી, તથા વિવિધ પ્રકારની ઘરવખરીરૂપ કુષ્ય.
અહીં ધન-ધાન્યને સંચય અને મિત્ર જ્ઞાતિજનોને સંગરૂપ બે પ્રકાર અને ક્ષેત્ર વગેરે આઠ પ્રકાર. એમ દશ પ્રકારે બાહ્યગ્રંથિ છે. ૧. પુલાક
धन्नमसारं भन्नइ पुलायसदेण तेण जस्स समं । चरणं सो हु पुलाओ लद्धीसेवाहि सो य दुहा ॥७२३।।
પુલાક શબ્દથી નિસાર, અસાર જે ધાન્ય કહેવાય છે. તે અસાર ધાન્ય સમાન જેનું ચારિત્ર છે તે પુલાક ચારિત્રવાન કહેવાય છે. તે પુલાક ચારિત્ર લબ્ધિ અને સેવા-એમ બે પ્રકારે છે.
પુલાકશબ્દન નિસાર અનાજ એવો અર્થ થાય છે. ચોખા કાઢી લીધા પછી બચેલ ડાંગરના જે ફેતરા, તે પુલાક કહેવાય. તે પુલાક સમાન જે સાધુનું ચારિત્ર હોય, તે પુલાક સાધુ કહેવાય. આનો ભાવાર્થ એવો છે, કે તપ અને શ્રુતના કારણે અથવા સંઘ વગેરેનું પ્રયોજન ઉભું થાય તે સૈન્ય સહિત ચક્રવર્તિ વગેરેને પણ ચૂરી નાંખવાની લબ્ધિ