________________
૮૮. ક્ષપકશ્રણ
૩૭૯ ખપાવે છે. તે પછી અંતમુહૂર્ત કાળમાં નવ નેકષા અને ચાર સંજવલન કષાયનું અંતઃકરણ કરે છે. તેની સ્થાપના આ પ્રમાણે છે..
તે અંતઃકરણ કરીને નપુંસકવેદના ઉપરની સ્થિતિમાં રહેલા દલિયાને ઉદ્વલના વિધિ વડે ખપાવવાને આરંભ કરે છે. તે પણ અંતમુહૂર્ત કાળમાં પલ્યોપમના અસંખ્યય ભાગ માત્ર સ્થિતિના થાય છે. તેને ત્યારપછી બંધાતી પ્રકૃતિઓમાં ગુણસંક્રમ વડે તે દલિકને નાંખે છે.
આ પ્રમાણે બંધાતી પ્રકૃતિમાં નાખતાં-નાખતાં અંતમુહૂર્ત કાળમાં સંપૂર્ણ ક્ષય પામે છે અને નીચેની સ્થિતિના દલિયાને જે નપુંસકવેદે ક્ષપકશ્રેણી માંડી હોય, તે અનુભવીને ભગવે છે. નહીં તે આવલિકા માત્ર તે હોય છે, તેને ભોગવાતી પ્રકૃતિઓમાં સ્તિબુકસંક્રમવડે સંક્રમાવે છે. આ પ્રમાણે નપુંસકવેદ ક્ષય પામે છે.
તે પછી અંતર્મુહૂર્તકાળમાં સ્ત્રીવેદ પણ આ પ્રમાણે જ ખપાવે છે. તે પછી એકી સાથે છએ નોકષાયોને ખપાવવાનો આરંભ કરે છે. ત્યારથી લઈને તેની ઉપરની સ્થિતિના દળિયાને પુરુષવેદમાં સંક્રમાવે નહીં પણ સંજવલન ધમાં જ સંક્રમાવે છે. આ છ નેકષા પણ પૂર્વોક્ત વિધિપૂર્વક ખપાવતાં ખપાવતાં અંતમુહૂર્ત કાળમાં સંપૂર્ણ ક્ષય કરે છે. અને તે જ સમયે પુરુષવેદને બંધ, ઉદય, ઉદીરણાને વિચ્છેદ થાય છે અને સમયન બે આવલિકા પ્રમાણ સ્થિતિનું દલિક છેડી બાકીનાને ક્ષય થાય છે. તે વખતથી એ આત્મા અવેદી બને છે.
ધ મેહનીયને ભોગવતાં-ભોગવતાં તે ક્રોધની સ્થિતિના ત્રણ વિભાગ થાય છે. ૧. અશ્વકર્ણકર્ણોદ્ધા, ૨. કિટ્રિકરણોદ્ધા, ૩. કિટિંવેદનાદ્ધા. તેમાં અશ્વકર્ણકરદ્ધામાં રહેલો દરેક સમયે અનંતા અપૂર્વ સ્પદ્ધકે ચારે સંજવલન કષાયોના અંતરકરણથી ઉપરની સ્થિતિમાં કરે છે.
પ્રશ્નઃ આ સ્પર્ધા કે શું છે ?
ઉત્તરઃ અનંતાનંત પરમાણુઓ વડે બનેલા સ્કંધોને જીવ કર્મરૂપે ગ્રહણ કરે છે. અને તે દરેક સ્કંધમાં જે સર્વ જઘન્ય રસવાળે પરમાણુ છે; તેના રસને પણ કેવલીની બુદ્ધિથી છેદતાં (વિભાગ કરતાં) સર્વ જીવોથી અનંતગુણ રસના ભાગો થાય છે. બીજો પણ તેનાથી એક ભાગ અધિક રસવાળો એના પછીના બે ભાગ અધિક રસિવાળો એમ એક–એક ભાગ વૃદ્ધિ ત્યાં સુધી જાણવી, કે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધાના અનંતમા ભાગે અધિક રસભાગો થાય. તેમાં જઘન્ય રસોવાળા કેટલાક પરમાણુઓ હોય છે. તેમને જે સમુદાય તે સમાન જાતીય હેવાથી એક વર્ગનું કહેવાય છે. બીજા એક અધિક રસભાગ યુક્ત પરમાણુઓના સમુદાયની બીજી વણ, બીજા બે અધિક રસ ભાગયુક્ત પરમાણુઓના સમુદાયની ત્રીજી વર્ગણુ, આ પ્રમાણે એક એક ૨સભાગ