________________
૩૮૬
પ્રવચનસારોદ્ધાર છે. મિથ્યાત્વ અને મિશ્રમેહના પ્રથમ સ્થિતિના દલિકને સમકિત મોહનીયના પ્રથમ સ્થિતિના દલિકમાં સ્તિબુક સંક્રમવડે સંક્રમાવે છે. અને સમતિમોહનીયની પ્રથમ સ્થિતિ વિપાકેદય વડે અનુભવતા ભગવતા ક્ષીણ થવાથી ઉપશમ સમ્યગ્દષ્ટિ થાય છે. મિથ્યાત્વ વગેરે ત્રણે દર્શન મોહનીયના ઉપરિતન દલિકની ઉપશમના પણ અનંતાનુબંધીના ઉપરિતન સ્થિતિ દલિકની ઉપશમનાની જેમ જ જાણવી.
આ પ્રમાણે દર્શનત્રિકને ઉપશમાવનાર આત્મા પ્રમત્ત અપ્રમત્ત ગુણઠાણે સેંકડો વખત આવ-જાવ કરીને ચારિત્રમેહનીયને ઉપશમાવવાની ઈચ્છાથી ફરીથી યથાપ્રવૃત્ત વગેરે ત્રણ કરણે કરે છે. પરંતુ અહિ યથાપ્રવૃત્તકરણ અપ્રમત્ત ગુણસ્થાનકે, અપૂર્વકરણઅપૂર્વકરણ ગુણસ્થાનકે કરે અને અપૂર્વકરણ સમયે સ્થિતિઘાત વગેરે વડે વિશુદ્ધ કરીને તે પછીના બીજા સમયે અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. અનિવૃત્તિકરણ અદ્ધાના સંખ્યાતા ભાગ ગયા પછી, દર્શનસપ્તક (સિવાય)ને છેડી મેહનીયની એકવીસ પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. તેમાં વેદ અને સંવલન કષાયનો ઉદય હોય, તે બેને પોતાના ઉદયકાળથી લઈને પ્રથમ સ્થિતિ કરે છે. અને બાકીના અગ્યાર કષા અને આઠ નેકષાયની આવલિકા માત્ર સ્થિતિ કરે છે. અને અંતરકરણમાં રહેલ દલિકનું પ્રક્ષેપ સ્વરૂપ ગ્રંથ વિસ્તારના ભયથી લખતા નથી.
અંતરકરણ કરીને, અંતમુહૂર્ત બાદ નપુંસક વેદને ઉપશમાવે છે. તે આ પ્રમાણે. પહેલા સમયે ડું, બીજા સમયે તેનાથી અસંખ્યાતગુણ, એમ દરેક સમયે અસંખ્યગુણ અસંખ્યગુણ છેલ્લા સમય સુધી ઉપશમાવે છે. દરેક સમયે ઉપશમાવેલ દલિકની અપેક્ષાએ બીજી પ્રકૃતિમાં છેલ્લેથી બીજા સમય સુધી અસંખ્ય ગુણ દલિકને પ્રક્ષેપ કરે છે. અને છેલ્લે સમયે ઉપશમાવવા ગ્ય દલિક બીજી પ્રકૃતિઓમાં સંક્રમાવવા ગ્ય દલિકની અપેક્ષાએ, અસંખ્યગુણ જાણવા.
નપુસકવેદ ઉપશમાવ્યા પછી પૂર્વોક્ત વિધિપૂર્વક અંતમુહૂર્ત કાળમાં સ્ત્રીવેદ ઉપશમાવે છે. તે પછી અંતમુહૂર્ત કાળમાં હાસ્ય ષક ઉપશમાવે છે. જે સમયે હાસ્યષક ઉપશમે, તે જ વખતે પુરુષવેદને બંધ, ઉદય, ઉદીરણાને વિચ્છેદ થાય છે. તે પછી એક સમય ન્યૂન બે આવલિકા કાળમાં સંપૂર્ણ પુરુષવેદને ઉપશમાવે છે.
તે પછી અંતમુહૂર્ત કાળમાં એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ જૈધને ઉપશમાવે છે. અને તે જ વખતે સંજવલન ક્રોધને બંધ, ઉદય અને ઉદીરણને વિચ્છેદ થાય છે. તે પછી સમય ન્યૂન બે આવલિકા કાળમાં સંજવલન કોઇને ઉપશમાવે છે. તે પછી અંતમુહૂર્ત કાળમાં અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ માનને એક સાથે ઉપશમાવે છે. તે ઉપશાંત થાય તે જ વખતે સંજવલનમાનનો બંધ, ઉદય, ઉદીરણને વિચ્છેદ થાય છે. ત્યારપછી એક સમય ન્યૂન બે આવલિકા કાળમાં