Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 408
________________ ૯૦. ઉપશમશ્રેણી ૩૮૯ અનંતાનુબંધી કોધ, માન, માયા, લેભને ઉપશમ કરે છે. ત્યારબાદ મિથ્યાત્વ, મિશ્ર અને સમતિ મેહનીયરૂપ ત્રણ દર્શનમેહનીયના ત્રણ પુજને ઉપશમ કરે છે. તે પછી નપુસકવેદ, તે પછી સ્ત્રીવેદને, તે પછી હાસ્યાદિ ષક એટલે હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સાને ઉપશમાવે છે. તે પછી પુરુષવેદને તે પછી બે-બે ક્રોધ અને વચ્ચે સંજવલન ક્રોધ વગેરેને ઉપશમાવે છે. એટલે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન કોઈ યુગલને એક સાથે ઉપશમાવી પછી સંજ્વલન ક્રોધને ઉપશમાવે છે. (૭૦૦) कोहं माणं मायं लोभमणताणुबंधमुवसमइ । मिच्छत्तमिस्ससम्मत्तरूवपुंजत्तयं तयणु ॥७०१॥ इत्थिनपुंसगवेए तत्तो हासाइछक्कमेयं तु । हासो रई य अरइ य सोगो य भयं दुगुंछा य ॥७०२॥ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ઉપશમ કર્યા પછી મિથ્યાત્વ, મિશ્ર, સમ્યક્ત્વ રૂપ ત્રણ પુંજને ઉપશમાવે છે. પરંતુ દર્શનત્રિકના ઉપશમ પછી તરત જ તે નપુંસકવેદ, સ્ત્રીવેદને એકી સાથે ઉપશમાવે છે. આ ઉપશમનો કમ નપુંસકવેદે શ્રેણી સ્વીકારનાર આશ્રયિ જાણ. બાકી તે અહીં આ પ્રમાણે સંપ્રદાય છે, કે સ્ત્રીવેદે કે પુરુષવેદે ઉપશમશ્રણ સ્વીકારનાર જે જગ્યાએ નપુસકવેદને ઉપશમાવે છે, તે દૂર છે. જે નપુસકવેદે શ્રેણી સ્વીકારી હોય, તે નપુંસકવેદને જ ફક્ત ઉપશમાવે છે. તે પહેલા નપુંસકવેદ અને સ્ત્રીવેદ એ બન્નેને સાથે ઉપશમાવવા લાગે છે. તે ત્યાં સુધી ઉપશમાવે છે કે નપુંસર્વેદની ઉદય અદ્ધાને (કાળ) દ્વિચરમ સમય આવી જાય. તે વખતે સ્ત્રીવેદ ઉપશમી જાય છે. અને નપુંસકવેદ ફક્ત એક સમય ઉદય સ્થિતિવાળો હોય છે. બાકીનું દળ ઉપશમી જાય છે. તે ઉદય સ્થિતિ પૂરી થયા પછી, જીવ અવેદક થાય છે. તે પછી પુરુષવેદ વગેરે સાત પ્રકૃતિ એક સમયે ઉપશમાવવાનો પ્રયત્ન કરે છે. બાકીનું આગળ પ્રમાણે. જ્યારે સ્ત્રીવેદે શ્રેણી સ્વીકારનાર પહેલા નપુસકવેદ ઉપશમાવે પછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. તે ત્યાં સુધી ઉપશમાવે છે, કે જ્યાં સુધી પોતાના સ્ત્રીવેદના ઉદયન દ્વિચરમ સમય આવે. તે વખતે ફક્ત એક છેલ્લા સમયની ઉદય સ્થિતિ છોડીને બાકીના સર્વ સ્ત્રીવેદના દલિકને ઉપશમાવે છે. તે પછી છેલ્લો સમય વીત્યા પછી અવેદક બને છે. ત્યારપછી પુરુષવેદ, હાસ્યષક-એમ સાત પ્રકૃતિઓ એક સાથે ઉપશમાવે છે. બાકીનું આગળ પ્રમાણે. પુરુષવેદે શ્રેણી સ્વીકારનારનું સ્વરૂપ આગળની પ્રથમ ગાથામાં કહ્યું છે. ૭૦૧-૭૦૨ तो पुवेयं तत्तो अप्पचक्खाणपच्चखाणा य । आवरणकोहजुयलं पसमइ संजलणकोहंपि ॥७०३॥

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444