Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 396
________________ ૩૭૭ ૮૮. ક્ષપકશ્રેણી પહેલા સમયે ડા. બીજા સમયે તેનાથી અસંખ્યગુણ, તેમ અંતમુહૂર્તના (છેલા) ચરમ સમયેથી આવલિકા પ્રમાણ છેડીને ઉપન્ય સમયે સંક્રમાવેલ દલિક કરતાં અસંખ્યગુણ સંકમાવે છે. આવલિકા પ્રમાણુ બાકી રહેલ દલિકને તે તિબુકસંક્રમ વડે સમકિતનેહનીયમાં નાખે છે-એ પ્રમાણે મિથ્યાત્વને ખપાવે છે. તે પછી અંતમું છું મિશ્રમેહનીય ઉપરક્ત કમપૂર્વક જ સમક્તિ મેહનીયમાં નાખે છે. એટલે મિશ્રમેહનીય પણ ક્ષય થાય છે. તે પછી સમકિત મેહનીયની અપવર્તન કરે છે. જેથી અંતર્મુહૂર્તમાં તે પણ અંતમુહૂર્ત પ્રમાણુ સ્થિતિની થઈ જાય. આ જ ક્રમપૂર્વક અનુભવ કરતે કરતે તે સમયાધિક આવલિકા માત્ર રહે છે. તેના પછીના સમયે તે પ્રકૃતિની ઉદીરણાને વિચ્છેદ થાય છે. એટલે તેને છેલ્લા સમય સુધી ફક્ત વિપાકેદય વડે ભેગવે છે. તે ભગવ્યા પછીના સમયે તે ક્ષાયિકસમકિતી થાય છે. બદ્ધાયુ આત્મા જે ક્ષપકશ્રેણીનો પ્રારંભ કરે અને અનંતાનુબંધીને ક્ષય કર્યા પછી મરણ થવાના કારણે અટકી જાય, તે અનંતાનુબંધીને બીજરૂપ મિથ્યાત્વને ક્ષય ન કરેલ હોવાના કારણે ફરીવાર મિથ્યાત્વના ઉદયને કારણે અનંતાનુબંધી કષાયને બાંધે છે. જેને મિથ્યાત્વ ક્ષય થયેલ હોય, તે બીજનો અભાવ હોવાથી ફરીવાર અનંતાનુબંધી બાંધતા નથી. જેને દર્શનસપ્તકને ક્ષય કરેલ હોય, તે અપતિતપરિણામી અવશ્ય દેવમાં જ ઉત્પન્ન થાય છે. પતિત પરિણામી તે વિવિધ બુદ્ધિ હોવાના કારણે યથા પરિણામે બધી ગતિમાં ઉત્પન્ન થાય છે. બદ્ધાયુ પણ જે તે વખતે કાળ ન કરે (મરણ ન પામે) તે પણ દર્શનસપ્તકને ક્ષય કરી અટકી જાય છે. પણ ચારિત્રમેહનીય ક્ષય કરવાનો પ્રયત્ન કરતું નથી. પ્રશ્નઃ દર્શનસપ્તક ક્ષય કરેલ બીજી ગતિમાં જાય તે કેટલા ભવે મોક્ષે જાય? ઉત્તર: ત્રણ અથવા ચાર ભવે મોક્ષે જાય. તે આ પ્રમાણે જે દેવગતિ કે નરક ગતિમાં જાય, તે દેવભવ કે નરકભવના આંતરે ત્રીજા ભવે મોક્ષે જાય. હવે તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય, તે અવશ્ય અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જ થાય છે. નહીં કે સંખ્યાત વર્ષાયુવાળા મનુષ્ય તિર્યંચમાં, એટલે મનુષ્ય તિર્યંચના ભવ પછી દેવભવમાં જાય છે. અને દેવભવમાંથી ચ્યવી મનુષ્યભવમાં આવી ત્યાંથી મેક્ષે જાય એમ ચોથે ભવે મોક્ષગમન થાય. પૂર્વ બદ્ધાયુવાળ પણ દર્શનસપ્તકને ક્ષય કરીને જે તે વખતે કાળ ન કરે, તે કઈક જીવ વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થાય છે. અને કેઈક બદ્ધાયુષ્યવાનું ચારિત્રમેહનીય ઉપશમાવવા માટે પણ પ્રયત્ન કરે છે (ઉપશમશ્રણ માંડે છે.) બીજા ભવમાં (માનવ ભવ સિવાય) બદ્ધાયુ ન માંડી શકે ૪૮

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444