________________
૩૫૦
પ્રવચનસારોદ્ધાર
૩. મા વિપ્રતિપત્તિ -જ્ઞાનાદિ માર્ગને અસત દૂષણોથી દૂષિત કરી, જમાલિની, જેમ ઉન્માર્ગને જે સ્વીકાર કરે, તે માર્ગવિપ્રતિપત્તિ. કહ્યું છે કે “જે અપંડિત પિતાના કુતર્કો વડે, તે જ જ્ઞાનાદિ માર્ગને દૂષિત કરી ઉન્માર્ગને સ્વીકારે, તે માર્ગની વિપ્રતિપત્તિ.
૪. મોહ – જે પોતાની ઘણી અલ્પ બુદ્ધિના કારણે, અતિ ગહન જ્ઞાનાદિ વિચારે (પદાર્થો)માં મુંઝાય છે. અને પરતીર્થિઓ સંબંધી વિવિધ પ્રકારની સમૃદ્ધિ જોઈ જે મોહ પામે (મુંઝાય) તે સંમેહ. કહ્યું છે કે “ઉપહત (જડ) બુદ્ધિવાળો જ્ઞાન અને ચારિત્રમાં મુંઝાય છે. અને મિથ્યાત્વીઓની ઘણું પ્રકારની સમૃદ્ધિ જઈને જે મુંઝાય છે તે મેહ કહેવાય.”
૫, મેહજનન – સ્વાભાવિકપણે કે કપટથી જે બીજાને અન્ય દર્શન (ધર્મ)માં મેહ પમાડે, તે મેહજનન કહેવાય. કહ્યું છે કે “જે રવાભાવિક કે કપટથી મોહ પમાડે તે અબાધિ લાભ માટે સંમોહભાવના કરે છે.
આ પચ્ચીસે ભાવનાઓ સમ્યફ ચારિત્રમાં વિન કરનારી હોવાથી અશુભ છે, માટે સાધુઓએ છોડવા લાયક છે. કહ્યું છે કે “આ ભાવનાઓ ચારિત્રમાં વિદનભૂત હેવાથી. વિશેષ પ્રકારે છોડવી. એના નિરોધથી જ સમ્યફચારિત્ર પણ પ્રાપ્ત થાય છે. (૬૪૬)
૭૩. મહાવ્રતોની સંખ્યા पंचवओ खलु धम्मो पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं चउव्वओ होइ विनओ ॥६४७॥
પહેલા અને છેલ્લા જિનેશ્વરના સાધુઓને પાંચ મહાવ્રતરૂપ ધમ અને મધ્યમ જિનેશ્વરના સાધુઓને ચાર મહાવ્રતરૂપ ધમ જાણુ.
પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાન વિરમણ, મિથુનવિરમણ, પરિગ્રહ વિરમણ-આ પાંચ મહાવ્રતરૂપ ચારિત્રધર્મ, પ્રથમ ઋષભદેવ અને છેલ્લા વર્ધમાન સ્વામિ જિનેશ્વરના સાધુઓને હોય છે. અજિતનાથથી પાર્શ્વનાથ સુધીનાં બાવીસ તીર્થકરના. સાધુઓને ચાર મહાવ્રતરૂપ ધર્મ હોય છે.
આ દ તે તે કાળના સ્વભાવથી ત્રણ પ્રકારના જવાના કારણે છે, તે આ પ્રમાણે. ૧. ઋજુ-જડ, ૨. વક જડ, અને ૩. ઋજુ–પ્રાજ્ઞ.
ઋજુ એટલે શઠતા (લુચ્ચાઈ-કપટ) વગરના અને જડ એટલે તથા પ્રકારની વિચારણું વગર ફક્ત કહેવાયેલ અર્થને જ ગ્રહણ કરનારા. ઋજુ અને જડ–પ્રથમ તીર્થકરના કેટલાક સાધુઓ હોય છે. તેમનું ઋજુ-જડપણું નટ જેવાના દષ્ટાંતથી આ પ્રમાણે જાણવું.