________________
૭૯. પુસ્તકપંચક गंडी १ कच्छवि २ मुट्ठी ३ संपुडफलए ४ तहा छिवाडी य । एयं पोत्थयपणगं वक्खाणमिणं भवे तस्स ॥६६४।।
ગંડિકા પુસ્તક, કચ્છપ પુસ્તક, મુષ્ટિપુસ્તક, સંપુટફલક પુસ્તક, છેદપાટી પુસ્તક આ પ્રમાણે પાંચ પુસ્તક જાણવા. આ પુસ્તક પંચકની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. (૬૬૪)
बाहल्लपुहुत्तेहिं गंडीपोत्थो उ तुल्लगो दीहो १ । कच्छवि अंते तणुओ मज्झे पिहलो मुणेयव्यो ॥६६५।। चउरंगुलदीहो वा वट्टागिइ मुट्टिपुत्थगो अहवा । चउरंगुलदीहो च्चिय चउरंसो होइ विन्नेओ ॥६६६॥ संपुडगो दुगमाई फलया वोच्छं छिवाडि मित्ताहे । तणुपत्तसियरूवो होइ छिवाडी बुहा चेति ॥६६७॥ दीहो वा हस्सो वा जो पिहलो होइ अप्पबाहल्लो । तं मुणियसमयसारा छिवाडपोत्थं भणंतीह ॥६६८॥
૧. બાહલ્ય એટલે જાડાઈ અને પૃથુત્વ એટલે પહોળાઈ. એ બંને જેની સરખી હોય એટલે ચેરસ અને લાંબુ ગંડી પુસ્તક જાણવું.
૨. કરછપી પુસ્તક બંને પડખે છેડા ભાગ ના હોય અને વચ્ચેનો પહોળો હોય, અને અ૯૫ જાડાઈવાળું હોય છે.
૩. મુષ્ટિપુસ્તક ચાર આંગળ લાંબુ ગોળાકારે છે. અથવા ચાર આંગળ લાંબુ અને ચાર આંગળ પહોળું એવું ચેરસ હોય છે.
૪. સંપુટફલકપુસ્તકમાં બંને પડખે ફલક એટલે પાટિયા અથવા પૂઠો હોય છે. વેપારી લોકોને જમા-ઉધાર કરવા માટે સંપુટ નામનું ઉપકરણ વિશેષ (નામાનો ચોપડે.)
૫. છેદપાટી પુસ્તક પાના થડા અને સહેજ ઉંચાઈવાળા હોય છે. એમ પંડિતો કહે છે.
બીજા લક્ષણ પ્રમાણે પહોળાઈ મેટી અથવા નાની હોય અને જાડાઈ ઓછી હોય, તેને સિદ્ધાંતજ્ઞ પુરુષ છેદપાટી પુસ્તક કહે છે.
“નિશીથચૂર્ણમાં પણ કહ્યું છે કે, બાહલ્ય (લંબાઈ) અને પહોળાઇથી સમાન ચેરસ આકારનું ગંડી પુસ્તક છે. છેડે નાનું અને વચ્ચે પહોળું અને અ૯પ જાડાઈવાળું કુછપી, ચાર આંગળની લંબાઈવાળું ગોળ વર્તુળાકૃતિવાળું મુષ્ટિપુસ્તક અથવા ચાર આંગળની લંબાઈવાળું ચરસ મુષ્ટિપુરતક બંને બાજુ પાટીયાવાળું સંપુટ પુસ્તક, મેટી