________________
૮૪. બાવીશ પરિષહ.
૩૭૧ ૧૪. યાચના:-વાચન એટલે માગવું કે પ્રાર્થના કરવી. તેને જે પરિષહ તે યાચના પરિષહ. સાધુને વ. પાત્ર, અન્ન, ઉપાશ્રય વગેરે બધી ચીજે બીજા પાસેથી જ મેળવવાની છે. શરમથી શાલિનતાથી પણ જે માંગી ન શકતા હોય, તે પણ શરમ છોડીને કાર્ય આવી પડે ત્યારે પિતાના ધર્મકાર્યનું પાલન કરવા માટે ચતુરાઈપૂર્વક અવશ્ય યાચના કરવી. '
૧૫. અલાભ મેળવવું તે લાભ. અભિષિત વિષયની (પદાર્થની) પ્રાપ્તિ ન થાય તે અલાભ. તેનો જે પરિષહ તે અલાભ પરિષહ. યાચવા છતાં ન મળે તો આ પ્રમાણે વિચારે કે બીજાના ઘરમાં વિવિધ ખાદિમ-સ્વાદિમ ઘણું હોવા છતાં ઈચ્છા પ્રમાણે બીજો આપે કે ન આપે તો પણ સાધુએ ગુસ્સો ન કરવો જોઈએ, આ પ્રમાણે વિચારી પ્રસન્ન મન અને સ્વસ્થ વદનવાળે થાય.
૧૬. રેગઃ - તાવ, ખંજવાળ વગેરે રોગ તેને જે પરિષહ તે રોગપરિષહ. તાવ, ખાંસી, દમ વગેરે રોગો હોવા છતાં ગરછ બાહ્ય જિનકલ્પિ વગેરે મુનિઓ ચિકિત્સા કરાવતા નથી. પરંતુ તે રોગોને સારી રીતે પોતાના કર્મના ફળને ઉદય છે-એમ વિચારી સહન કરે. ગચ્છવાસી મુનિઓ અલપ-બહુત્વની વિચારણાપૂર્વક સારી રીતે સહન કરે. અથવા પ્રવચનમાં કહેલ વિધિપૂર્વક ચિકિત્સા પણ કરાવે.
૧૭. ત પશ:- તૃણ એટલે ઘાસ. તૃણને જે સ્પર્શ, તેને જે પરિષહ તે તૃણ-સ્પર્શ પરિષહ. પિલાણ વગરનું ડાભ વગેરેનું જે ઘાસ હોય, તેને વાપરવાની અનુજ્ઞા ગચ્છવાસી અને ગ૭ બાહ્ય મુનિઓને છે. એમાં જે મુનિઓને સૂવાની રજા મળી હોય, તેઓને તે ડાભને કંઈક ભેજ વગેરે વાળી પૃથ્વી પર પાથરી ઉપર ઉત્તરપટ્ટો પાથરી ડાભ પર સૂવે. અથવા ચોરોએ ઉપકરણની ચોરી કરી હોય કે અત્યંત જૂના થવાથી સંથારે કે ઉત્તરપટ્ટો ઘસાઈ જવાથી એકદમ પતલા થઈ ગયા હોય, તે તે ડાભ પર સૂઈ જાય. તે ડાભ પર સૂનારને કઠીન તીક્ષણ ડાભની અણુ વડે અત્યંત પીડા થવા છતાં પણ કઠણ ડાભ વગેરેના સ્પર્શને સારી રીતે સહન કરે.
૧૮. મલ - મલ એટલે પરસેવાના કારણે જે ધૂળ શરીર પર ગાઢ રીતે ચેટી, હોય છે. તેને જે પરિષહ તે મલપરિષહ. શરીર પર ચોંટેલો મેલ, ઉનાળાના તાપના કારણે પરસેવાથી ભીને થયે ખૂબ દુર્ગધ મારવાના કારણે ઉદ્દેગ ઉત્પન્ન થાય તે પણ તેને દૂર કરવા માટે ક્યારે પણ ન્હાવા વગેરેની ઈચ્છા ન કરે.
૧૯ સત્કાર-સત્કાર એટલે ભોજન, પાણી, અન્ન, વસ્ત્ર, પાત્ર, આપવું, ઉભા થવું, આસન આપવું, અદ્દભુત ગુણની પ્રશંસારૂપ સત્કાર કર, તેને જે પરિષહ તે સરકાર પરિષહ. બીજા દ્વારા પિતાના થયેલ સત્કારને જોઈ, ઉત્કર્ષથી ચિત્તને આકુલવ્યાકુલ ન કરે અને કેઈએ સત્કાર ન કર્યો હોય તે ગુસ્સે ન થાય.