Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 392
________________ ૩૭૩ ૮૪. બાવીશ પરિષહો. જે પરિષહને જે કમમાં સમાવેશ થાય છે, તે કહે છે. મેહનીયનાં બે પ્રકાર. ચારિત્રમોહનીય અને દર્શનમોહનીય. તેમાં મિથ્યાત્વાદિ ત્રણ દર્શનમેહનીયમાં એક ફક્ત દર્શન એટલે સમ્યકત્વપરિષહનો સમાવેશ થાય છે. એટલે દર્શનમોહનીયના ઉદયથી દર્શનપરિષહ થાય છે. પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ પ્રથમ જ્ઞાનાવરણકર્મમાં આવે છે. એટલે જ્ઞાનાવરણના ક્ષયે પશમથી આ બે પરિષહ સંભવે છે. અંતરાયકર્મમાં અલાભપરિષહને સમાવેશ થાય છે. એટલે લાભાંતરાયના ઉદયથી અલાભપરિષહ થાય છે. ચારિત્રમેહનીય નામના મેહનીયના ભેદમાં આક્રોશ, અરતિ, સ્ત્રી, નધિકી, અચેલક, યાંચા, સત્કાર, પુરસ્કારરૂપ સાત પરિષહોનો સમાવેશ થાય છે. એને ભાવાર્થ એ છે, કે ક્રોધના ઉદયથી આક્રોશ પરિષહ, અરતિમોહનીયના ઉદયથી અરતિ–પરિષહ, પુરુષવેદના ઉદયથી સ્ત્રીપરિષહ, ભયકર્મના ઉદયથી નૈધિકીપરિષહ, જુગુપ્સાના ઉદયથી અચેલ પરિષહ, માનના ઉદયથી યાચના પરિષહ અને લેભના ઉદયથી સત્કાર પરિષહ. અહીં સત્કાર એટલે વસ્ત્રાદિ વડે પૂજન કરવું તે અને પુરસ્કાર એટલે ઉભા થવું વિગેરે સેવા કરવી તે. અથવા જે સત્કારપૂર્વક પુરસ્કાર એટલે આગળ કરવું તે સત્કારપુરસ્કાર તેથી તે બંને જ સત્કાર–પુરસ્કારરૂપે છે. અગ્યાર પરિષહ વેદનીયકર્મના ઉદયથી થતા હોવાથી વેદનીયમાં સમાવેશ થાય છે. (૬૮૭–૬૮૮). पंचेव आणुपुयी चरिया ६ सेजा ७ तहेव जल्ले य ८ । वह ९ रोग १० तणफासा ११ सेसेसु नत्थि अवयारो ॥ ६८९ ॥ પહેલાં (આગળ)નાં પાંચ ૧. સુધા, ૨. પિપાસા, ૩. શીત, ૪. ઉષ્ણ, પ. દેશમશક તથા ૬. ચર્યા, ૭. શય્યા ૮. મલ એટલે મેલ, ૯. વધ, ૧૦. રોગ અને ૧૧. તૃણસ્પર્શ—એમ અગ્યાર પરિષહ વેદનીયકર્મના ઉદયથી થાય છે. ઉપરોક્ત ચાર કર્મ સિવાયના બાકીના ચાર કર્મમાં દર્શનાવરણ, આયુષ્ય, નામ અને ગોત્રકર્મમાં પરિષહને સમવતાર નથી. એટલે આ ચાર કર્મના ઉદયથી પરિષહ થતા નથી. (૮૯) પરિષહનો ગુણસ્થાનકમાં સમાવતાર - बावीसं बायरसंपराय चउस य सुहमरायम्मि । छउमस्थवीयरागे चउदस एक्कारस जिणमि ॥ ६९०॥ બાવીસે પરિષદે અનિવૃત્તિબાદરગંપરાય નામના ગુણસ્થાનક સુધી હોય છે. ચૌદ પરિષહ સૂમસંપાય નામના દશમા ગુણસ્થાનકે ઉદયમાં આવે છે. તે ચોદ આ પ્રમાણે છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, અલાભ,

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444