________________
३४४
પ્રવચનસારોદ્ધાર
સ્પર્શને પામી આસક્તિરૂપ ગૃદ્ધિને અપ્રીતિરૂપ દ્વેષને ન કરે, કારણકે તત્વને જાણનાર તે આત્મા જિતેન્દ્રિય હોય છે. અને સર્વ સાવદ્યગથી વિરત હોય છે. તથા બાહ્યાભ્યતર પરિગ્રહથી રહિત હોવાથી અકિંચન પરિગ્રહ વિરતિવાળા છે. શબ્દાદિ આસક્તિ અને વિષમાં જે મૂચ્છ હોય, તે પાંચમાવતની વિરાધના થાય. માટે પાંચ વિષમાં આશક્તિ અને શ્રેષના ત્યાગથી પાંચમાવ્રતની પાંચ ભાવના થાય છે.
આ ભાવના સમવાયાંગ-તવાર્થ વગેરેમાં કંઈક બીજી રીતે પણ બતાવેલ છે. (૬૪૦)
૭૨. પચ્ચીસ અશુભ ભાવના कंदप्पदेव १ किव्विस २ अभिओगा ३ आसुरी ४ य सम्मोहा ५ । एसा हु अप्पसत्था पंचविहा भावणा तत्थ ॥६४१॥
૧. કાંદપી, ર. દેવ કિબિષિક, ૩. અભિયોગિકી ૪ આસુરી, ૫. સંમેહા. આ અપ્રશસ્ત પાંચ પ્રકારની ભાવનાઓ છે.
૧ કંદર્પ એટલે કામ, તે કામ પ્રધાન સતત નમ વગેરે પ્રવૃત્તિમાં રક્ત બની વિટની જેમ ક્રિયા કરનારા દેવ વિશે તે કંદર્પ. તેઓની જે આ ભાવના તે કાંદપ.
૨. દેશમાં જે કિબિષિક એટલે પાપી. આથી જ અસ્પૃશ્ય વગેરે આચારવાળા જે દે તે કિબિષિ દે. તે કિલિબષી દેવાની જે ભાવના તે દૈવકિબિષી.
૩. જેમને બધી રીતે મુખ્યપણે પ્રેષ્યકર્મમાં એટલે નોકર કાર્યમાં ઉપયોગ કરાય તે આભિગિક એટલે નેકર જેવા દેવ વિશે તેમની જે ભાવના તે આભિગિકી.
૪. અસુર એટલે ભવનવાસીદેવ વિશે. તેમની જે ભાવના તે આસુરી.
૫. સંમોહન કરે તે સંમેહ એટલે મૂઢ (મૂરખ) જેવા દેવ વિશેષ. તેમની જે ભાવના તે સંમેહી.
આ પાંચ પ્રકારની અપ્રશસ્ત સંફિલષ્ટ ભાવનાઓ. જેવા નામ તેવા પ્રકારના સ્વભાવના અભ્યાસરૂપ કહી છે. સાધુ પણ જો આમાંથી કઈ પણ એક ભાવનામાં કંઈક મંદ પરિણામના કારણે વતે, તે તે સાધુ ચારિત્રના યત્કિચન પ્રભાવથી કંદર્પ વગેરે પ્રકારના દેવામાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે, કે
જે સંયત આવા પ્રકારની અપ્રશસ્ત ભાવનાઓમાં ક્યારે પણ વતે છે. તે તેવા પ્રકારના દેવામાં ઉત્પન્ન થાય છે. પણ સર્વથા ચારિત્રહીન હોય તેની ભજન જાણવી.” | સર્વથા ચારિત્ર રહિત હોય તેને વિકલ્પ છે એટલે કદાચ બે પ્રકારના દેવામાં જ ઉત્પન થાય. કદાચ નારક, તિર્યંચ કે મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય. (૬૪૧)