________________
૩૦૬
પ્રવચનસારેાદ્વાર
અશુભ કર્મોને
૭. આશ્રવભાવના – મન, વચન, કાયાના ચેાગા વડે શુભ કે જે ભિવ આત્મા આવવા દે છે, તે યેાગોને જિનેશ્વરે આશ્રવ કહ્યા છે. સજીવા પર મૈત્રીભાવ વડે, ગુણાધિક પર પ્રમેાદભાવના વડે, અવિનિત જીવા પર મધ્યસ્થભાવના વડે અને દુઃખી પર દયાભાવ વડે સતત વાસિત જે પુણ્યશાળી પાતાના અંતઃકરણને કરે છે. તે બેતાલીસ (૪૨ ) પ્રકારનું શુભ કર્મ ખાંધે છે.
આ ધ્યાન, મિથ્યાત્વ, કષાય, વિષય વડે જેનુ' મન ઘેરાયેલ હાય છે, તે બ્યાસી ( ૮૨ ) પ્રકારનું અશુભ કમ ખાંધે છે.
કેવળી, ગુરુ, સિદ્ધાંત, સંઘના સદ્ગુણના વર્ણનરૂપ હિતકારી પથ્થ વચનવડે શુભ કર્મ બંધાય છે.
શ્રી સĆઘ, ગુરુ, સર્વંજ્ઞ, ધર્મ, ધાર્મિકતાને દૂષિત કરનારા ઉન્માદક વચના વડે અશુભ કર્મ બાંધે છે.
દેવપૂજા, ગુરુપાસના, સાવૈયાવચ્ચ, કાયક્રુતિને પાળનાર શુભ કર્મ બાંધે છે. માંસભક્ષણ, દારૂપાન, જીવહિંસા, ચારી, પરદારા સેવન કરનાર અશુભ ક ને બાંધે છે. આ આશ્રવભાવનાને જે સતત ભાવથી ભાવે છે, તે અનની પર પરાજનક દુષ્ટાશ્રવના સમૂહથી મનને અટકાવી શકે છે. માટે સમસ્ત દુઃખરૂપી અગ્નિને માટે મેઘ સમાન તથા સમસ્ત સુખની શ્રેણીને રચવામાં શ્રેષ્ઠ–એવી શુભાશ્રવ ભાવના—સમૂહમાં હમેશાં તિ કરવી જોઇએ.
૮. સ`વરલભાવના :– આશ્રવને રોકવું તે સંવર. તે સસ ́વર અને દેશસંવર-એમ બે પ્રકારે કહ્યો છે.
સ સ વર અયાગીકેવળીમાં જ હોય છે. દેશસ વર એક બે આશ્રવના રાધ કરવાથી થાય છે.
તે બંને સ'વા પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે-બે પ્રકારે છે. આત્મામાં આશ્રવથી જે દ્રવ્યપુદ્ગલરૂપકમાંનુ સ` અને દેશથી છેદન ( રાકાણુ ) તે દ્રવ્યસંવર.
સંસારના કારણરૂપ ક્રિયાના જે ત્યાગ, તે ભાવસ`વર છે, મિથ્યાત્વ કષાય વગેરે આશ્રવાને રોકવા માટે બુદ્ધિમાને વિરોધી ઉપાયા યેાજવા જોઇએ. જેમ મિથ્યાત્વ અને આત --રૌદ્રધ્યાનને નિષ્કલંક સમ્યગ્દર્શન અને શુધ્યાન વડે જીતવા જોઇએ. ક્ષમાથી ક્રોધ નમ્રતાથી માન, સરલતાથી માયા અને સતાષથી લાભને અટકાવવા જોઇએ.
રાગ દ્વેષના ત્યાગપૂર્વક ઝેર જેવા ષ્ટિ-અનિષ્ટ શબ્દાદિ વિષયાને તજવા જોઈએ. જે મનુષ્ય આ ભાવનાના સંગ કરે છે. તે સૌભાગ્યવાન્ થાય છે અને સ્વર્ગ,
માક્ષની લક્ષ્મીને પ્રાપ્ત કરે છે.
૯. નિરા :– સંસારના કારણરૂપ કર્મ પરપરાના જે ક્ષય, તે નિર્જરા. તે નિર્જરા સકામ અને અકામ-એમ એ પ્રકારે છે.