________________
૩૦૮
પ્રવચનસારેશદ્વાર આ પૃથ્વીના ઉપરના એક હજાર યોજનમાં ઉપર નીચે સે–સે જન છોડી વચ્ચેના આઠસે જનમાં ચંચલ પ્રકૃતિવાળા પિશાચ વગેરે આઠ વ્યંતરોના ઉત્તરદક્ષિણમાં નગરો છે. તે વ્યંતરો (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, ૬) કિપુરુષ, (૭) મહારગ, (૮) ગાંધર્વ–એમ આઠ પ્રકારે છે.
તે આઠ નિકાયનાં દક્ષિણ અને ઉત્તર દિશાના વ્યંતરેન્દ્રો અનુક્રમે નીચે મુજબ છે.
(૧) કાળ, મહાકાળ (૨) સુરૂપ, પ્રતિરૂપ (૩) પૂર્ણભદ્ર, માણીભદ્ર (૪) ભીમ, મહાભીમ, (૫) કિન્નર, ઝિંપુરષ (૬) સપુરુષ, મહાપુરુષ (૭) અતિકાય, મહાકાય (૮) ગતિરતિ, ગીતયશા.
આ જ પૃથ્વીના ઉપરના સે યેજનમાંથી ઉપર નીચે દશ દશ જન વચ્ચેના એંસી યેજનમાં અપ્રજ્ઞપ્તિ વગેરે કંઈક અલ્પ ઋદ્ધિવાળા આઠ વાણવ્યંતરે રહે છે. આ આઠે નિકોયમાં દરેકનાં મહા તેજસ્વી બે-બે ઇંદ્ર ઉત્તર-દક્ષિણ વિભાગમાં જાણવા.
અધોલેકની ઉપર એક લાખ જન પ્રમાણ જબૂદ્વીપ છે. તેના મધ્યમાં એક લાખ જન ઊંચે સુવર્ણમય મેરૂ પર્વત છે. તથા ભરતાદિ સાતક્ષેત્ર અને હિમવંત આદિ છ પર્વત છે. તેના ઉપર શાશ્વત જિનાલયે શોભે છે.
જબૂદ્વીપ પછી બે લાખ જન પ્રમાણ લવણસમુદ્ર છે. ત્યાર પછીના ધાતકીખંડ અને કાલેદધિ આદિ અસંખ્યદ્વીપ–સમુદ્ર-બમણું–બમણું પ્રમાણમાં છે. છેલ્લા સ્વયંભૂરમણદ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર છે. ચાર સમુદ્રો પોતાના નામ પ્રમાણે રસવાળા, ત્રણ પાણી જેવા રસવાળા બાકીના શેરડીના રસ જેવા સ્વાદવાળા છે. ઉત્તમ અને મનોહર દ્રવ્યમાંથી બનાવેલ દારૂ સમાન સ્વાદવાળા પાણીવાળો વારૂણીવર સમુદ્ર છે.
સારી રીતે ઉકાળેલ અને ખાંડ વગેરે મિશ્રિત દૂધ જેવા પાણીવાળ ક્ષીરાધિસમુદ્ર છે. તપાવેલા ગાયના તાજા ઘી જેવા સ્વાદવાળે વૃતવરસમુદ્ર છે. મીઠા જેવા ખારા પાણીવાળો લવણસંમુદ્ર છે.
કાલોદધિ, પુષ્કરવર અને સ્વયંભૂરમણ સમુદ્ર વરસાદના પાણી જેવા છે. પરંતુ કાલોદધિનું પાણી કાળુ અને ભારે પરિણામવાળું છે અને પુષ્કરોદધિનું તથા સ્વયં ભૂરમણનું પાણી હિતકારી અને હલકું છે. બાકીના સમુદ્રનું પાણી ત્રણ ઉકાળા સુધી સારી રીતે ઉકાળેલ શેરડીના રસ જેવા સ્વાદવાળું છે.
પૃથ્વીના સમભૂતલ ભાગથી સાતસો નેવું ભેજન ઊંચે ગયા પછી જ્યતિષિ વિમાનની નીચેનું તળિયું આવે છે. તેના પર દશ જન ગયા પછી સૂર્ય વિમાન, તે પછી એંસી જન ગયા પછી ચંદ્ર વિમાન, તે પછી વીસ જન બાદ ગ્રહ વગેરે હોય છે. એમ એકસે દસ યેજનમાં તિષદેવલેક છે.