________________
૩૨૭
૬૮. પરિહારવિશુદ્ધિ તપ
कप्पट्टिओऽवि एवं छम्मासतवं करेइ सेसा उ । अणुपरिहारियभावं वयंति कप्पट्टियत्तं च ॥ ६०७ ॥ एवं सो अट्ठारसमासपमाणो य वनिओ कप्पो । संखेवओ विसेसो विसेससुत्ताउ नायव्यो । ६०८ ॥
એ પ્રમાણે છ મહિના પરિહારિકે તપ કર્યા બાદ અનુચર એટલે વૈયાવચકારક થાય છે. જે અનુચર એટલે વૈયાવચ્ચકારક હતા તે પરિહારિક તપમાં સારી રીતે છે મહિના સુધી સ્થિર થાય છે. આને ભાવાર્થ એ છે કે, જે પૂર્વમાં વૈયાવચી હતા તે પૂર્વોક્ત પકાર વડે છ મહિના સુધી નિર્વિશમાનક થાય છે. અને જે પૂર્વમાં તપ કરતા હતા તે વૈયાવચ્ચી થાય છે. બાર મહિના પછી કપસિથત વાચનાચાર્ય પણ ઉપરોક્ત રીતે છ મહિના સુધી પરિહારિક તપ કરે છે. અને બાકીના આઠ વૈયાવચ્ચકારક અને વાચનાચાર્ય થાય છે. એટલે સાત વૈયાવચ્ચ કરનાર અને એક વાચનાચાર્ય થાય છે.
આ પ્રમાણે અઢાર માસ પ્રમાણને ક૫ સંક્ષેપથી વર્ણવ્ય. આમાં જે કંઈ વિશેષ છે, તે બૃહકલ્પ વગેરે વિશેષ સૂત્રથી જાણવું. (૬૦૬-૬૦૮)
कप्पसम्मत्तीए तयं जिणकप्पं वा उर्विति गच्छं वा । पडिवजमाणगा पुण जिणस्सगासे पवज्जति ॥ ६०९ ॥ तित्थयरसमीवासेवगस्स पासे व नो व अन्नस्स । एएसि जं चरणं परिहारविसुद्धिगं तं तु ॥ ६१० ॥
આ કપ સમાપ્ત થયા પછી જિનક૯૫ સ્વીકારે અથવા ગચ્છમાં પાછા આવે. પ્રતિપદ્યમાનક એટલે ક૯૫ સ્વીકારનારા, તીર્થંકર પાસે ક૫ સ્વીકારે છે. અથવા તીર્થકરની પાસે જેણે આ ક૯૫ સેવ્યું હોય તેની પાસે સ્વીકારે છે. બીજા પાસે નહીં. એમનુ જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે.
પારિવારિક અનુષ્ઠાનરૂપ કલ્પ સમાપ્ત થયા પછી, તે જ પારિહારિક કલ્પને સ્વીકારે અથવા જિનકલ્પ સ્વીકારે કે ગચ્છમાં પાછા આવે. પારિહારવિશુદ્ધિકે ઈત્વરકથિક અને યાવત્રુથિક એમ બે પ્રકારે છે.
તેમાં જેઓ કલ્પ સમાપ્ત થયા પછી તે જ કલ્પને સ્વીકારે અથવા ગચ્છમાં પાછા આવે છે, તે ઈન્વરકથિક છે.
જેઓ કલ્પ સમાપ્તિ પછી તરત જ જિનકલ્પ સ્વીકારે યાવતકથિકે છે. પંચવતુ તથા બ્રહકલ્પભાષ્યમાં કહ્યું છે, કે
સ્થવિરકલ્પમાં ઈવરકથિક છે. અને જિનકલ્પમાં યાવતકથિક છે.