________________
૬૬. ચરણસિત્તરી
૩૧૯ શબ્દમાં આસક્ત હરણ, સ્પર્શમાં આસક્ત હાથી, સ્વાદમાં આસક્ત માછલી, રૂપમાં આસક્ત પતંગીયું અને ગંધમાં આસક્ત ભ્રમર નાશ પામે છે. જેમાં પરમાર્થને નહીં જાણતા એવા હરણ વગેરે પાંચે જુદા જુદા પાંચ વિષયમાં આસક્ત થવાથી નાશ પામ્યા તે પછી એક જ આત્મા પાંચે વિષયમાં આસક્ત થાય, તે તે મૂરખ રાખ બરાબર થઈ જાય છે.
ચપળ એવા ઘોડાઓની જેમ દુર્દાન્ત ઈંદ્રિય જીવોને ખેંચી ઘનઘોર દુખદ એવા ઉન્માગમાં લઈ જાય છે. માટે બુદ્ધિમાનોએ ઈન્દ્રિયેના જયમાં પ્રયત્ન કરવો જોઈએ. કેમકે તેના જયથી ઈહલેક-પરલેકમાં ભવ્યાત્માઓને સુખ થાય છે. (૫૮૯) પડિલેહણ -
पडिलेहणाण गोसावराण्हउग्घाडपोरिसीसु तिगं । तत्थ पढमा अणुग्गय सूरे पडिक्कमणकरणाओ ॥ ५९०॥
દરરોજ સાધુઓને દિવસમાં ત્રણ વખત પડિલેહણ કરવાની હોય છે. ૧. એક તે પ્રભાતે, ૨. ત્રીજા પ્રહરના અંતે બપોરે, ૩. ઉગ્વાડા પરિસી એટલે સૂર્યોદયથી પણ પ્રહર વિત્યા પછી.
આ ત્રણ પડિલેહણામાં પહેલી સવારની પડિલેહણ, પ્રતિક્રમણ કર્યા પછી સૂર્ય ઉગે પહેલા દશ ઉપકરણ પડિલેહણ થાય એ રીતે પડિલેહણ કરે. (૫૯૦) પહેલી પડિલેહણ:मुहपोत्ति १ चोलपट्टो २ कप्पतिगं ३-४-५ दो निसिज्ज ६-७ रयहरण ८ । संथारु ९ तरपट्टो १० दस पेहाऽणुग्गए सूरे ॥ ५९१ ॥
નીચે મુજબ દશ ઉપકરણોની પડિલેહણ કરે, (૧) મુહપત્તિ, (૨) ચલપટ્ટો, (૩, ૪, ૫) એક ઉનનું અને બે સુતરાઉ કપડા એટલે ત્રણ કલ્પત્રિક (ત્રણ કપડા) (૬, ૭) એક સુતરાઉ અંદરનું અને એક ગરમ બહારનું આસન-એમ બે ઘાના નિશથીયા, (૮) રજોહરણ, (૯) સંથાર, (૧૦) ઉત્તરપટ્ટો–આ દશ ઉપકરણની પડિલેહણા પૂરી કરતાં સૂર્યોદય થાય. આનો ભાવાર્થ એ છે કે–આ દશ ઉપકરણોની પડિલેહણું થાય અને સૂર્ય ઉગે એવી રીતે પ્રભાતની પડિલેહણું કરવી જોઈએ. કેટલાક અગ્યારમાં દાંડે પણ કહે છે. નિશીથચૂર્ણ તથા કલ્પચૂર્ણમાં પણ એ પ્રમાણે જ કહ્યું છે. બાકીની ઉપાશ્રય વગેરેની. પડિલેહણુ સૂર્ય ઉગ્યા પછી જ કરે.
અહીં ગાથામાં પડિલેહણ કરવા યોગ્ય ઉપકરણે જણાવ્યા, પણ પ્રતિલેખનાના ઉપકરણનો કમ નથી જણાવ્યું. કેમકે પ્રતિલેખનાનો કમ આગમમાં જુદા પ્રકારે કહેલ છે. નિશીથચૂર્ણમાં કહ્યું છે કે