________________
૬૬. ચરણસિત્તરી
૨૮૫ મેળવે તે લેપિંડ. આ ક્રોધાદિ ચારે પિંડ સાધુઓને ન ખપે. કારણ કે પ્રદેશ, કર્મબંધ, પ્રવચન લઘુતા વગેરે દેશોનો સંભવ છે.
૧૧. પૂર્વપશ્ચાતુસંસ્તવ –વચનસંસ્તવ અને સંબંધીસંસ્તવ-એમ બે પ્રકારે સંસ્તવ છે. વચન એટલે પ્રશંસારૂપ જે સંસ્તવ, તે વચનસંસ્તવ. માતા વગેરે અને સાસુ વગેરેરૂપ સંબંધીઓને જે સંસ્તવ, તે સંબંધીસંસ્તવ. તે બંને સંસ્તવ પૂર્વ અને પશ્ચાત એમ બે ભેદે છે.
દાન મેળવ્યા પહેલા જ દાતારના જે ગુણે વર્ણવે, તે પૂર્વ સંસ્તવ. દાન મેળવ્યા પછી દાતાના ગુણે પ્રશંસે, તે પશ્ચાસંતવ. આની ભાવના આ પ્રમાણે છે.
કઈક સાધુ ભિક્ષા માટે ફરતા, કોઈ શેઠને દાતાર જોઈ દાન લેતા પહેલા સાચા ટા ઉદારતા વગેરે ગુણોને પ્રશંસે. જેમકે “અહો દાનપતિ! તમારી વાત તે પહેલા સાંભળી હતી, પણ આજે તે પ્રત્યક્ષ જોવા મળ્યું. તથા અનેક જગ્યાએ ફરતા અમે આવી ઉદારતા વગેરે ગુણો બીજા કેઈના જોયા નથી કે સાંભળ્યા નથી. ધન્ય છે તમને, કે જે ગુણે બધી જગ્યાએ અખ્ખલિતપણે સર્વ દિશામાં ફેલાયા છે. આ પ્રમાણે પૂર્વસંસ્તવ.
ગૃહસ્થ દાન આપ્યા પછી જે સ્તુતિ કરે કે તમને જેવાથી આજે અમારી આ અને મનને ઠંડક થઈ. આ આમાં આશ્ચર્ય શું? કે દાતારના ગુણેને જોયા પછી કેણે આનંદ ન થાય ? આ પ્રમાણે પશ્ચાતુસંસ્તવ. આ બંને સંસ્તવમાં માયામૃષાવાદ, અસંયત અનુમોદના વગેરે દોષ થાય છે.
માતાપિતા વગેરે રૂપ જે સંસ્તવ એટલે પરિચય તે પૂર્વ સંબંધી સંસ્તવ. કેમકે માતા વગેરેને સંબંધ પહેલા હોય છે. સાસુ-સસરા વગેરેનો જે સંબંધ તે પશ્ચાત્ સંસ્તવ. સાસુ વગેરેને સંબંધ પછી થાય છે.
જેમકે કોઈક સાધુ ગોચરી માટે કેઈકના ઘરે પ્રવેશ કરી આહાર લંપટપણથી પિતાની ઉંમર અને ઘરમાં રહેલ વ્યક્તિની વય જાણી, તેને અનુરૂપ સંબંધ ગોઠવે. જે તે વૃદ્ધ હોય અને પોતે મધ્યમવયવાળો હોય, તો તે પોતાની માતા વગેરેના સમાન મહિલાને જોઈ માયા વડે કંઈક આંસુ પાડવા માંડે, ત્યારે તે બાઈ પૂછે કે, હે સાધુ મહારાજ ! કેમ રડે છે ? સાધુ પણ કહે કે “તમારા જેવી જ મારે મા હતી. જે તે બાઈ મધ્યવયવાળી હોય, તે તમારા જેવી જ મારે બેન હતી. જે તે બાઈ બાળવયની હોય તે “તારા જેવી જ મારે દિકરી હતી–એમ કહે. આ પ્રમાણે પશ્ચાસંસ્તવમાં પણ વિચારવું. . આમાં ઘણા દે છે. તે આ પ્રમાણે –તે ગૃહસ્થ જે ભદ્રિક હય, તે સાધુ પર પ્રતિબદ્ધ એટલે રાગવાળા થાય અને રાગવાળા થઈને આધાકર્મ વગેરે કરીને આપે. જે