________________
૨૯૧
૬૬. ચરણસિત્તરી
૧. ભારે ચીજને ભારે ચીજ વડે ઢાંકવી. ૨. ભારે ચીજને હલકી ચીજ વડે ઢાંકવી. ૩. હલકી ચીજને ભારે ચીજ વડે ઢાંકવી. ૪. હલકી ચીજને હલકી ચીજ વડે ઢાંકવી.
આમાં પહેલો અને ત્રીજો ભાગ અગ્રાહ્ય છે, કેમકે ભારે ચીજને ઉપાડવાથી કઈક વખતે પડવાથી પગ વગેરે ભાંગવાનો સંભવ છે.
બીજો અને ચે ભાગ દોષનો અભાવ હોવાથી ગ્રાહ્ય છે.
દેય વસ્તુ જેમાં રાખેલ હોય, તે તાવડી વગેરે હોય તે પણ વાટકી વગેરે વડે દાન આપી શકાય છે.
૫. સંતૃત -કઈ દાતા બાઈ વાટકી વગેરે વડે જે ભોજન વગેરે આપવા ઈચ્છતી હોય, તે અપવા ગ્ય ભોજન વગેરેમાં કેઈક સચિત્ત, અચિત્ત કે મિશ્ર અદેય પદાર્થ હોય, તો તે ન આપવા યોગ્ય સચિત્ત ચીજને બીજી જગ્યાએ મૂકી તે દેય ચીજ આપે, તે સંત કહેવાય છે.
તે અદેય ચીજ ક્યારેક સચિત્ત પૃથ્વી વગેરેમાં નાંખે કે ક્યારેક અચિત્તમાં કે ક્યારેક મિત્રમાં નાંખે. મિશ્ર સચિત્તમાં જ અંતર્ગત હેવાથી સચિત્ત અચિત્ત પદ વડે ચાર ભાંગા થાય છે.
૧. સચિત્તનું સચિત્તમાં સંહરણ. ૨. સચિત્તમાં અચિત્તનું સંહરણ. ૩. અચિત્તમાં સચિત્તનું સંહરણ. ૪. અચિત્તમાં અચિત્તનું સંહરણ.
આમાં પહેલા ત્રણ ભાગમાં સચિત્તને સંઘટ્ટા વગેરે દોષ સંભવતા હોવાથી ન ખપે. ચેથા ભાંગામાં તેવા દેષને સંભવ ન હોવાથી ખપે છે. , અહીં પણ અનંતર પરંપરા પ્રરૂપણા વિચારણા આગળ પ્રમાણે કરવી.
જેમ સચિત્તપૃથ્વીકાયમાં જે સંહરે તે અનંતર સચિત્ત પૃથ્વીકાય સંત કહેવાય અને જે સચિત્ત પૃથ્વીકાય પર રહેલ તાવડી વગેરેમાં જે સંહરે તે પરંપર સચિત્ત પૃથ્વીકાય સંહત કહેવાય, એ પ્રમાણે અષ્કાય વગેરેમાં વિચારવું. અનંતર સંહત ન લેવું પરંપર સંહિત જો સચિત્ત પૃથ્વીકાય વગેરેને સંઘ ન હોય તે લેવું. ( ૬. દાયક-દાયક દોષથી યુક્ત પિંડ. દાયક એટલે દાતા તે અનેક પ્રકારના હોય છે. તે આ પ્રમાણે 1. સ્થવિ૨, 2. અપ્રભુ, 3. નપુંસક, 4. ધ્રુજતા શરીરવાળો, 5. તાવવાળ, 6. અંધ, 7. બાળક, 8. મત્ત, 9. ઉન્મત્ત (ગડ), 10. કપાયેલ હાથવાળો, 11. કપાયેલ પગવાળ, 12. ગળતું કેઢવાળે, 13. બંધાયેલ, 14. પાદુકા પહેરેલ, 15.