________________
૬૬ ચરણસિત્તરી
૨૯૯ ૧૦. છર્દિત-છર્દિત એટલે ત્યાગવું, છોડવું, ઢાળવું, તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર-એમ ત્રણ પ્રકારે છે. તે છર્દિત પણ ક્યારેક સચિત્તમાં, ક્યારેક મિશ્રમાં ને ક્યારેક અચિત્તમાં થાય છે, એમાં મિશ્રનું આધાર આધેય બંનેરૂપે સચિત્તમાં જ અંતર્ભાવ હેવાથી છેડવા. ફેંકવા વિષયકમાં સચિત્ત-અચિત્તદ્રવ્યને આધાર રૂપે અને આધેયરૂપ સંયોગથી ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે -
૧. સચિત્તમાં સચિત્તનો ત્યાગ. ૨. સચિત્તમાં અચિત્તને ત્યાગ. ૩. અચિત્તમાં સચિત્તનો ત્યાગ. ૪. અચિત્તમાં અચિત્તનો ત્યાગ.
આમાં પહેલા ત્રણ ભાંગાઓમાં સચિત્તના સંઘટ્ટા વગેરે દેષને સંભવ હેવાથી ન ખપે. અને છેલ્લામાં ઢોળાતું હોવાથી ન ખપે. કારણકે ઢોળવામાં મહાન દેષ છે. ગરમ પદાર્થને ઢાળ ભિક્ષા આપે તે દાઝે અને જમીન પર રહેલા પૃથ્વીકાય વગેરેને બાળે.
ઠંડુ દ્રવ્ય ઢોળાય તે જમીન પર રહેલા પૃથ્વીકાય વગેરેને વિરાધે.
આ દશ એષણના દે છે. આ પ્રમાણે સંક્ષેપથી ગોચરીના બેતાલીસ (૪૨) દેષ કહ્યા. વિસ્તારથી પિંડનિર્યુક્તિમાંથી જાણવા. (૫૬૮)
હવે પિડવિશુદ્ધિને સારાંશ કહે છે. (સર્વ સંગ્રહ) પિડવિશુદ્ધિને સાર:
पिंडेसणा य सव्वा संखित्तोयरइ नवसु कोडीसु । न हणइ न किणइ न पयइ कारावणअणुमईहि नव ॥५६९॥ - પિંડેષણ એટલે પિંડવિશુદ્ધિ. તે સંપૂર્ણ પણે સંક્ષેપમાં નવ પ્રકારની કેટીમાં એટલે વિભાગમાં આવી જાય છે. તે આ પ્રમાણે. ૧. પોતે જાતે ન હણે, ૨. ન ખરીદે, ૩. ન પકાવે (રાંધે), ૪. ન હણાવે, પ. ન ખરીદવે, ૬. ન રંધાવે, ૭. હણનારાને, ૮. ખરીદનારને અને ૯, રાંધનારને અનુદન ન આપે. આ નવ પ્રકારે પિંડ વિશુદ્ધિને સંગ્રહ થાય છે. (૫૬૯)
આગળ સેળપ્રકારના ઉદ્રમના દોષો કહ્યા, તે સામાન્યથી–બે પ્રકારે છે. ૧. વિધિકેટિ અને ૨. અવિશેષિકેટિ.
૧. ત્યાગ એટલે મૂકવું.