________________
૬૬. ચરણસિત્તરી
૨૯૫ 16. પિસતી – વાટવાના પત્થર પર તલ-આમળા વગેરેને વાટતી હોય, ત્યારે ભિક્ષા આપવા માટે ઉભી થાય તે વખતે તલ વગેરેના સચિત્ત નખીયા હાથ વગેરે પર લાગ્યા હોય છે. તેને ભિક્ષા આપવા માટે ઝાટકતા અથવા ભિક્ષા આપતી વખતે તેના સંપર્કથી તેની વિરાધના થાય છે અને ભિક્ષા આપ્યા પછી ખરડાયેલ બંને હાથ પાણીથી ધતા અપકાયની વિરાધના થાય છે.
વાટવાનું પૂરું થઈ ગયું હોય અથવા અચિત્ત વસ્તુ વાટતી હોય અને આપે તે ખપે.
11. ભુજતી :- ચૂલા પર કઢાઈ વગેરેમાં ચણ વગેરે ભુંજતી વખતે ભિક્ષા આપતા વાર લાગે, તે તે વખતે ચણ વગેરે બળી જાય તે દ્વેષ થાય છે.
આમાં જે સચિત્ત ઘઉ વગેરે કઢાઈમાં નાંખેલ હોય તે ફૂટી ગયા પછી ઉતારી લીધા હોય અને બીજા દાણું નાખવા માટે હાથમાં હજુ લીધા ન હોય, તે વખતે સાધુ ગોચરી માટે આવી ગયા હોય અને ઉઠીને આપે તે ખપે.
18-21. કાંતતી–પીંજતી-કપાસીયા કાઢતી અને રૂ છૂટું કરતી – કાંતતી, પીંજતી, કપાસીયા કાઢતી અને રૂ છૂટું કરતી દાત્રી આપે તે ન ખપે.
રેંટીયા વડે રૂની પૂણીને સૂતર રૂપે કરતી હોય તે કાંતતી કહેવાય.
લોઢી પર એટલે લોખંડની પાટલી પર કપાસમાંથી ઠણુકવડે એટલે લોખંડના સળીયા વડે કપાસીયાને છૂટા કરી રૂ બનાવે તે લેઢતી કહેવાય.
બે હાથ વડે રૂને વારંવાર છૂટું કરે તે. પિંજવા વડે રૂને છૂટું કરે તે પીંજતી.
દેય વસ્તુથી ખરડાયેલ હાથ બેવારૂપ પુરકર્મ, પશ્ચાતકર્મ વગેરે દેના સંભવ છે અને કપાસીયા વગેરે સચિત્ત સંઘટ્ટાને સંભવ છે.
આમાં કાંતતી વખતે જે સુતરને અતિ સફેદાઈ લાવવા માટે શંખ ચૂર્ણ વડે હાથ ખરડતા ન હોય અથવા હાથ ખરડેલા હોય તેને પાણીથી ન ધુએ, તે ખપે. રૂ છૂટું કરતા કે રૂ પીંજતા જે પશ્ચાતકર્મ ન થતું હોય, તે ખપે.
22 દળતી -ઘંટીમાં ઘઉં વગેરે દળતી હોય તે વખતે આપે, તે ઘટીમાં નાંખેલ બીજને સંઘટ્ટ થાય અને હાથ ધુએ તે પાણીની વિરાધના થાય.
સચિત્ત ભાગ વગેરે દળાઈ ગયા હોય અને ઘંટી છોડી દીધી હોય, તે વખતે સાધુ આવી જાય અથવા અચિત્ત મગ વગેરેની દાળ દળતી હોય, તે તેના હાથે ખપે.
23. વલેણ કરતી દહિને મથતી આપે તે દહિં વગેરે સંસક્ત એટલે જીવવાળું હોય તેને મંથન કરતી હોય તે વખતે સચિત્ત પાણ આદિથી સંસક્ત દહિં વગેરેથી ખરડાયેલ હાથવાળી ભિક્ષા આપતી હોવાથી તે દહિ વગેરેમાં રહેલ અષ્કાય જીવને વધ થાય છે. અહિં જે અસંસક્ત દહિ વગેરે મંથન કરતા હોય, તે તે ખપે.