________________
२८४
પ્રવચનસારોદ્ધાર નસીબયોગે સાધુએ ચિકિત્સા કરતા રેગીને રોગ વધી જાય તે ગુસ્સે થયેલા તેના પુત્ર વગેરે સાધુને રાજકુલ વગેરેમાં પકડાવે તથા લેકમાં આહાર લેલુપી આ સાધુઓ આવું આવું વૈદુ કરે છે એમ પ્રવચનની હિલના થાય.
૭. કોપિડ-કો ગુસ્સો કરવા દ્વારા જે આહાર મેળવાય તે કોપિંડ. તે ક્રિપિંડ શી રીતે થાય ? કેઈક સાધુનું ઉચ્ચાટન, મારણ વગેરે વિદ્યા, પ્રભાવ, શ્રાપદાન, તપ પ્રભાવ, સહસ્ત્રાધિપણુનું બળ કે રાજા વગેરેના પ્રિય જાણીને અથવા શ્રાપ આપવા વડે કેઈનું મરણ જઈ દાતાર, ભયથી જે તેને આપે, તે ક્રેપિંડ.
અથવા બીજા બ્રાહ્મણ વગેરેને દાન અપાતું જોઈ સાધુ પણ યાચના કરે અને ન મળે ત્યારે અલબ્ધિમાન થયેલ ગુસ્સો કરે, તે વખતે સાધુને ગુસ્સે થયેલ જોઈ દાતા “સાધુ ગુસ્સે થાય તે સારુ નહીં-એમ વિચારી જે આપે તે કોપિંડ અહીં બધે ગુસ્સો જ આહાર મેળવવામાં મુખ્ય કારણરૂપે જાણો. વિદ્યા, તપ, પ્રભાવ વગેરે તે તેના સહકારી કારણરૂપે છે. માટે વિદ્યાપિંડ વગેરેના લક્ષણ સાથે આના લક્ષણને ભેળવવું નહીં.
૮. માનપિંડ –માન એટલે ગર્વ. તે જેમાં કારણ રૂપે હોય, તે પિંડ માનપિંડ કહેવાય. એને ભાવાર્થ આ પ્રમાણે છે, કે
કેઈક સાધુને બીજા કોઈ સાધુએ કહ્યું “તને લબ્ધિધારી ત્યારે માનું કે તું આ, આ ચીજે અમને વપરાવે વગેરે વચનેથી ઉત્તેજિત કરે. અથવા “તારાથી કંઈ ન થાય એ પ્રમાણે અપમાનિત થયેલ અથવા અભિમાની બનેલ પિતાની લબ્ધિ પ્રશંસા વગેરે બીજા વડે કહેવાતી સાંભળી “જ્યાં હું જાઉં ત્યાં મને બધુંયે મળે છે. એમ લોકે મને પ્રશંસે-એવા વધતા અભિમાનવાળો કેઈ ગૃહસ્થને ત્યાં જઈ તે ગૃહસ્થને એવી એવી દાનની વાત કરવા વડે અભિમાનમાં ચડાવે, ત્યારે તે ગૃહસ્થ અભિમાનવાળો થઈને બીજા સ્ત્રી-પુત્ર વગેરે ન ઈચ્છતા હોય, તે પણ જે અશનાદિ આપે તે માનપિંડ.
૯માયાપિંડ -માયા એટલે બીજાને ઠગવાની બુદ્ધિ, તેના વડે જે આહાર મેળવે તે માયાપિંડ. કેઈ સાધુ, મંત્ર યંગ વગેરે ઉપાયમાં કુશળ હોવાથી પોતાના રૂપ પરાવર્તન વગેરે કરવાં વડે જે લાડુ વગેરે ગોચરી મેળવે તે માયાપિંડ.
૧૦. લોપિંડ –લેભ એટલે આસક્તિ–વૃદ્ધિ. ગૃદ્ધિપૂર્વક જે ભિક્ષા લેવાય તે લેપિંડ. એની ભાવના આ પ્રમાણે છે.
કેઈક સાધુ આજે હું ગોચરીમાં સિંહ કેસરીયા લાડુ વગેરે લઈશ—એવી બુદ્ધિથી વાલ, ચણ વગેરે મળતા હોય, તે પણ છડીદે પરંતુ પોતાનું ઈષ્ટ મળે, તે જ લે તે લોભપિંડ. અથવા પહેલા તેવી બુદ્ધિ ન હોવા છતાં, પણ સહજ ભાવે મળતી લાપસી વગેરેને સારી સ્વાદિષ્ટ છે–એમ વિચારી લેવી તે લેપિંડ. અથવા દૂધ વગેરે મલ્યા હેય પછી ખાંડ સાકર વગેરે મળી જાય તે સારુ-આમ વિચારી તે મેળવવા માટે ફરી ફરીને જે