________________
૨૭૨
પ્રવચનસારોદ્ધાર આપે. આ પ્રમાણે અપાતું સાધુઓ જેશે નહીં તે પણ તેમને અશુદ્ધની શંકા રહેશે માટે જ્યાં આગળથી સાધુ, ઠલે વગેરે જતા આવતા નીકળેલા હોય અને જુઓ ત્યાં આગળ બ્રાહ્મણ વગેરેને આપીએ, આમ વિચારી કોઈક નક્કી જગ્યાએ બ્રાહ્મણ વગેરેને
ડું શેડું આપવા માંડે. તે વખતે ઠલે વગેરે કામ માટે નીકળેલા કેટલાક સાધુઓને જોયા અને તેમને આમંત્રણ આપ્યું કે, હે સાધુઓ! આ અમારા વધેલા લાડુ ઘણું છે. જે તમને કંઈક ખપ હોય, તે લાભ આપે. સાધુઓ પણ શુદ્ધ જાણીને લે. આ પ્રચ્છન્ન પરગામવિષયકઅભ્યાહત છે. આ જે પરપરાએ ખબર પડે તે પરઠવવું. પ્રગટસ્વગામવિષયકઅભ્યાહૂત ઉપર દૃષ્ટાંતઃ
કેઈક સાધુ ભિક્ષા માટે ફરતા ફરતા કાઈ ઘરે ગયા. ત્યાં માનનીય સગાવહાલા વગેરેને જમણ વગેરે ચાલતું હોવાથી તે વખતે સાધુને વહોરાવી ન શક્યા હોય, વગેરે કારણોથી કેઈક શ્રાવિકા પોતાના ઘરેથી સાધુના ઉપાશ્રયે લાડુ વગેરે લાવી જે વહોરાવે, તે પ્રગટસ્વગામવિષયકઅભ્યાહત છે.
એ પ્રમાણે પરગામવિષયક પ્રગટઅનાચીણ અભ્યાહુત પણ જાણવું. આશીર્ણ અભ્યાહતઃ
આચ અભ્યાહત ક્ષેત્રવિષયક અને ગૃહવિષયક–એમ બે પ્રકારે છે. ક્ષેત્રવિષયક=ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય-એમ ત્રણ પ્રકારે છે.
કેઈક મોટા ઘરમાં ઘણું જમનારાઓની પંગત બેઠી હોય અને પંગતના એક છેડે સાધુઓ હોય અને બીજે છેડે અશનાદિ દેય ચી પડી હોય, ત્યાં સાધુ સંઘાટક સંઘટ્ટા વગેરેના ભયથી જઈ ન શકે, તે સે હાથ પ્રમાણના ક્ષેત્રમાંથી જે લાવ્યા હોય, તે ઉત્કૃષ્ટ આચીર્ણ ક્ષેત્રાભ્યાહત છે. સો હાથ ઉપરથી લાવેલ હોય તે તેને નિષેધ છે.
મધ્યમક્ષેત્રાભ્યાહત-એક હાથના પરાવર્તનથી લઈ સે હાથમાં કંઈક ન્યૂન ક્ષેત્રમાંથી લાવે.
એક હાથનું પરાવર્તનવાળું જઘન્ય ક્ષેત્રાભ્યાહુત છે, કર પરાવર્તન એટલે કંઈક હાથ હલાવી શકાય તેટલું ક્ષેત્ર. જેમ કેઈક આપનાર વ્યક્તિ ઉભી રહીને અથવા બેસીને પોતે જાતે હાથમાં રાખેલ લાડું, માંડા વગેરેને આપવા માટે હાથ લંબાવીને રહી હોય, આ પ્રકારે રહેલી તે સાધુના સંઘાટક તે જે તેમને લાડ દેખાડીને આમંત્રણ આપે ત્યારે તે સંઘાટક તેના હાથ નીચે પાત્રુ રાખે ત્યારે તે બાઈ પિતાના હાથને હલાવ્યા વગર કંઈક મુઠ્ઠી ઢીલી કરે એટલે માંડ વગેરે પાત્રામાં પડે આ ક્ષેત્રવિષયક આચી.
ગૃહવિષયકઆશીર્ણ અભ્યાહત–આ પ્રમાણે થાય છે. એક લાઈનમાં ત્રણ ઘર રહેલા હોય, તેમાં જ્યારે સાધુ સંઘાટક ભિક્ષા લે, ત્યારે એક સાધુ ધર્મલાભ આપેલ ઘરે ભિક્ષા લે, તે ઘરમાં ભિક્ષા લેતા ઉપયોગ રાખે. પાછળ રહેલ બીજે સાધુ ધર્મલાભ આપેલ સિવાયના બે ઘરમાંથી લવાતી ભિક્ષામાં દાતાના હાથ વગેરેમાં ઉપયોગ રાખે. ત્રણ ઘરમાંથી, લેવાયેલ અશનાદિકઆચણે છે. ચાટ (સાધન વિશેષ) વગેરેમાંથી હોય તે અનાચી..