________________
૨૮૦
પ્રવચનસારોદ્ધાર
એ પ્રમાણે મજજન એટલે સ્નાન, મંડન એટલે શણગાર, કિડનક એટલે રમાડવું, અંક એટલે ખળામાં બેસાડવું આદિ ધાત્રીપણું કરવા કરાવવામાં દેશે વિચારીને જાણવા.
ર. દૂતિદોષ – દૂત એટલે એક બીજાના સંદેશા પહોંચાડનાર. તેથી તીત્વ એટલે પરસ્પરના સંદેશ પહોંચાડીને સાધુ દ્વારા જે પિંડ મેળવાય તે દૂતીપિંડ. તે સ્વગામ અને પરગામવિષયક એમ બે પ્રકારે છે.
જે ગામમાં સાધુ રહ્યા હોય તે જ ગામમાં જે સંદેશે કહે, તે સ્વગામ દૂતી. જે પરગામમાં જઈને સંદેશો કહે, તે પરગામ દૂતી.
આ બને ગુપ્ત અને પ્રગટ એમ બે–એ પ્રકારે છે તેમાં પ્રચ્છન્ન એટલે ગુપ્ત તે બે પ્રકારે છે.
૧. લોકોત્તરવિષયક એટલે બીજા સંઘાટક સાધુથી પણ ગુપ્ત.
૨. લેક લકત્તર વિષયક એટલે બાજુમાં રહેલ લેક અને બીજા સંઘાટક સાધુથી પણ ગુસ.
કેઈક સાધુ ભિક્ષા માટે જતા, તેના વિશેષ લાભ માટે તે જ ગામના મહેલ્લામાં કે બીજા ગામમાં માતા વગેરેના સંદેશાને તેની પુત્રી વગેરે આગળ જઈ કહે, કે તારી માતા કે તારા પિતા કે તારા ભાઈએ તને કહેવડાવ્યું છે કે, તારે આજે અહીં આવવું વગેરે. આ પ્રમાણે સ્વપક્ષ-પરપક્ષને સાંભળતા નિઃશંકપણે કહે તે પ્રગટ સ્વગામ પરગામ વિષયક પ્રતીત્વ.
કઈક સાધુને કોઈકે દિકરીએ માતાને પિતાના ગામમાં કે પરગામમાં સંદેશે કહેવા માટે વિનંતી કરી. ત્યારે તે સંદેશ ધારી તેની માતા વગેરે પાસે જઈ એમ વિચારે, કે દૂતીપણું પાપકારી હોવાથી નિંદનીય છે. તેથી સંઘાટક બીજે સાધુ મને દૂતી દોષ દુષ્ટ આહાર છે –એમ જાણીને નિષેધ ન કરે માટે, બીજી રીતે કહે કે “હે શ્રાવિકા ! તારી દિકરી અતિભળી છે કે જે સાવદ્ય યુગના પચ્ચક્ખાણવાળા અમને કહે, કે મારી માને આટલું કહેજે, હું આ પ્રોજનથી આવવાની છું વગેરે ત્યારે તે શ્રાવિકા પણ ચતુરાઈથી મનને ભાવ જાણી બીજા સંઘાટક સાધુને વહેમ ન પડે માટે કહે કે હુ હવે તેને તમારી આગળ આવી વાત કરતા રોકીશ” આ પ્રમાણે સંઘાટક સાધુથી છૂપાવવાથી અને લેક આગળ નહીં છૂપાવવાથી લોકેત્તર પ્રચ્છન્ન સ્વગામ પરગામ વિષયક પ્રતીપણું છે.
લેક લોકોત્તર ઉભય પ્રચ્છન્ન આ પ્રમાણે છે. કેઈકે શ્રાવિકા સાધુને આ પ્રમાણે કહે કે “મારી મા વગેરેને તમે આમ કહેજે કે “તારું કામ” જે તને ખબર છે કે તું જાણે છે તે રીતે થઈ ગયું છે અહીં સંઘાટક સાધુ અને લોકેથી સંદેશાને ભાવ ન. જાણતે હેવાથી ઉભય પ્રચ્છનપણું છે.