________________
૬૬. ચરણસિત્તરી સૂક્ષ્મ–અવશ્વષ્કણાભતિકા પર દૃષ્ટાંત –
કેઈ ગૃહસ્થ બાઈ સૂતર કાંતતી હતી. તે વખતે બાળકે ભજન માંગ્યું. તે તેને કહ્યું કે, એક પૂણી કાંતી લઉં પછી તને ભેજન આપીશ. એટલામાં સાધુ આવ્યા. તેમને વહરાવવા માટે ઉભી થઈ. તે વખતે બાળકને ભોજન આપ્યું. અહીં રૂની પૂણી કાંત્યા પછી બાળકને ભેજન આપવાનું નક્કી કરેલ, તે સાધુ નિમિત્તે વહેલા ઉઠીને બાળકને ભેજન આપવું, તે સૂક્ષમઅવqષ્કણ પ્રાતિકા છે. આ પ્રાકૃતિકા, સાધુ માટે ઉઠેલ અને બાળકને ભોજન આપ્યા પછી હાથ વગેરે ધોવા દ્વારા અપકાય વગેરેની વિરાધનાનું કારણ હોવાથી અકથ્ય છે.
૭. પ્રાદુ કરણુ–સાધુને આપવા માટે યોગ્ય વસ્તુને દવે, અગ્નિ કે મણિ વગેરે મૂકીને કે ભીંત વગેરે દૂર કરીને કે બહાર કાઢીને કે રાખીને પ્રગટ કરવી તે પ્રાદુષ્કરણ. તે પ્રાદુષ્કરણ સંબંધથી તે દેવા ગ્ય ચીજ પણ પ્રાદુષ્કરણ કહેવાય.
જેને પ્રગટ કરાય તે પ્રાદુષ્કરણ. તે બે પ્રકારે છે. પ્રકાશ કરવા વડે અને પ્રગટ કરવા વડે.
કેઈક સાધુ પ્રત્યેની ભક્તિવાળે શ્રાવક, હમેંશા સુપાત્ર દાનથી પવિત્ર કરેલ પોતાના હાથવાળે, તે કંઈક અલ્પ વિવેકના કારણે પોતાના અંધારીયા ઘરમાં રહેલ–સાધુને આપવા ગ્ય-પદાર્થ દેખાતા ન હોવાથી સાધુને ખપે નહીં–એમ વિચારી, તે પદાર્થને પ્રકાશમાં લાવવા માટે તેજસ્વી મણિ ત્યાં મૂકે અથવા દવ કે અગ્નિ પટાવે, અથવા ઝરૂખા કરે, નાનું બારણું મોટું કરે, ભીંતમાં બારી વગેરે મૂકાવે. આ પ્રમાણે દેવા ગ્ય વસ્તુ જે જગ્યાએ રહી હોય તેને પ્રકાશિત કરવી તે પ્રકાશકરણ.
ઘરમાં જે ચૂલા વગેરે ઉપર પોતાના ઘર માટે રાંધેલા ભાત વગેરેને અંધારામાંથી લઈને બહારના ચૂલાના ભાગે કે ચૂલા સિવાયના બીજા કેઈ પણ ઉજાસવાળા સ્થાને સાધુને વહોરાવવા માટે રાખવું, તે પ્રકટકરણ. આ બંને પ્રકારના પ્રાદુક્કરણ છજીવનિકાયની વિરાધના વગેરે દોષનું કારણ હોવાથી સાધુએ છેડી દેવા
૮. કીતષા -સાધુ માટે મૂલ્ય વગેરે દ્વારા જે ખરીદયું હોય તે કીત. તે કીત ચાર પ્રકારે છે. ૧. આત્મદ્રવ્યકત. ૨. આત્મભાવકીત, ૩. પારદ્રવ્યકત, ૪. પરભાવકીત.
આત્મદ્રવ્યકત –પોતાના જ દ્રવ્ય એટલે ઉજજયંત વગેરે તીર્થોની શેષ વગેરે, રૂપ પરાવર્તન વગેરે કરનારી ગુટકા, સૌભાગ્ય વગેરે કરનારી રાખડી વગેરે આપવા દ્વારા બીજાને આકર્ષી ભજન વગેરે લે, તે આત્મદ્રવ્યક્રત છે. આમાં ઉજજયંત વગેરે તીર્થોની શેષ વગેરે આપ્યા પછી નસીબ યોગે તે ગૃહસ્થને અચાનક તાવ વગેરે આવવાથી બિમાર પડે, તે વિચારે કે બોલે કે “આ સાધુએ નિરગી એવા મને માંદે પાડ્યો આથી શાસનઅપભ્રાજના થાય. આ વાત રાજા વગેરે જાણે તે પકડે કે મારે વગેરે કરે. હવે જે