________________
વદનદ્વાર
પલ
શમીવૃક્ષને મુસાફરોથી પૂજાતું જોઈ વિચારે છે કે, “બકુલ વિગેરે ઘણું ઉત્તમ વૃક્ષે. હોવા છતાં લેકે આ શમીવૃક્ષને પૂજે છે, તેમાં પૂર્વજોએ કરેલ પીઠિકા જ કારણરૂપ છે. જેવું આ નીરસ શમીવૃક્ષ છે, તેવો હું પણ છું, કેમકે કુલિન ગીતાર્થ બીજા ઘણું સાધુઓ હોવા છતાં પણ હું બધા ય લોકેની અનેક પ્રકારની પૂજા પ્રાપ્ત કરું છું, તેમાં સર્વ મહિમા ગુરુના આસન પાટ પરંપરાને જણાય છે. છતાં પણ મેં યુવાનીના મદમાં આવી જઈ તિરસ્કરણીય કાર્ય કર્યું. આ પ્રમાણે વિચારી પાછા પોતાની વસતિમાં આવ્યા અને સાધુઓને કહ્યું કે, બાહર ગયેલ ત્યારે મને અચાનક શુલ ઉત્પન થવાના કારણે ઘણી વાર લાગી.
સમતામૃતમાં મગ્ન થયેલા તેઓએ ખાનગીમાં ગીતાની પાસે સારી રીતે બધી આલેચને કરી પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું. રાગયુક્ત ચિત્તવાળા તેમને પહેલા દ્રવ્યથી ચિતિકર્મ થયું. અને પાછળથી પ્રશાંત હૃદયવાળા તેમને ભાવથી ચિતિકર્મ થયું. કૃતિકમમાં કૃષ્ણ મહારાજાનું ઉદાહરણ:
સૌરાષ્ટ્રદેશમાં દ્વારકાનગરીમાં અસીમ પરાક્રમી વાસુદેવ કૃષ્ણ રાજા હતા. તે રાજાનો વીરક શાલવી નામને ભક્ત સેવક હતા. તે વાસુદેવના દર્શન કર્યા વગર કદી પણ ખાતે ન હતું. તે વાસુદેવ વર્ષાઋતુમાં ઘણું જીવોની હિંસા થતી હોવાથી રજવાડીએ નીકળતા નથી અને અંતઃપુરમાં હંમેશા રહે છે. આથી વીરકને પ્રવેશ ન મળવાના કારણે હંમેશા દરવાજા આગળ આવી ગાયના છાણથી મૂર્તિ જેવું બનાવીને, ફૂલોથી પૂજા કરીને જાય છે, પણ દર્શન ન થવાને કારણે ભોજન કરતા નથી. તેમજ દાઢી, મૂછ, નખ વિગેરે પણ પાવતું નથી.
વર્ષાઋતુ પૂરી થયા પછી જ્યારે કૃષ્ણ રજવાડીએ નીકળ્યા ત્યારે સર્વ રાજાએ તેમની પાસે આવ્યા, આનંદિત થયેલ વીરક પણ ત્યાં આવી નમસ્કાર કરે છે, ત્યારે કૃષ્ણ મહારાજાએ દ્વારપાળને પૂછ્યું કે, “આ નિસ્તેજ તેમજ દુબળ કેમ થયું છે?” ત્યારે દ્વારપાળે કહ્યું કે, “આ આપના દર્શન કર્યા વગર ભજન કરતું નથી તેથી આ દુબળ થઈ ગયે છે.” આ સાંભળી કૃષ્ણ ખુશ થઈને વરકને બધી જગ્યાએ પ્રવેશ કરવાને પરવાને આપ્યું.
વિવાહ યોગ્ય થયેલ પુત્રીઓ જ્યારે કૃષ્ણને નમસ્કાર કરવા આવે ત્યારે કૃષ્ણ તે સર્વ પુત્રીઓને પૂછે છે કે, “હે દિકરી ! બેલ, તારે સ્વામિન થવું છે કે દાસી થવું છે?” ત્યારે તેઓ કહે કે, તમારી દયાથી અમારે સ્વામિની થવું છે. તે કૃષ્ણ પણ કહે કે, જે એવી ઈચ્છા હોય તે નેમિનાથ ભગવાનની પાસે ઉત્તમ વ્રતોને ગ્રહણ કરે. આ પ્રમાણે કરી કૃષ્ણ બધી પુત્રીઓને નેમિ-જિનેશ્વર પાસે મહોત્સવ પૂર્વક દિક્ષા અપાવી.