________________
૮૮
પ્રવચનસારોદ્ધાર કરવી. પચ્ચખાણ અને ભજન સમયની વચ્ચે આ પચ્ચખાણ કરાય છે. તેમજ કેઈએ પિરિસિ વિગેરે ન કરી હોય, તે પણ કેવલ અભિગ્રહરૂપે પણ જ્યાં સુધી ગાંઠ વિગેરે ડું નહીં ત્યાં સુધી, એમ પણ કરી શકાય. સાધુઓને પણ આ પચ્ચકખાણ હોય છે.
ઉદા. જ્યાં સુધી ગુરુ મ. માંડલીમાં બેસે નહીં ત્યાં સુધી વાપરીશ નહીં કે બીજું કેઈપણ ગૃહસ્થ વિષયક કારણ ઉભું થાય તે પૂર્ણ ન થાય ત્યાં સુધી. પ્રત્યાખ્યાન પૂરુ થયા હોવા છતાં પણ પચ્ચકખાણ વગરના ન રહેવાય માટે અંગુષ્ટ વિગેરે પચ્ચખાણ સાધુ પણ કરે. (૧૯૯-૨૦૦)
अद्धा कालो तस्स य पमाणमद्धं तु जं भवे तमिह ।
ગાવવવવાળ સમે તે પુન રુમં મળિયં || ૨૦ | ૧૦. અદ્ધ શબ્દનો અર્થ કાળ થાય છે. પિરિસી મુહૂર્ત વિગેરે કાળનું જેમાં પ્રમાણે થાય, તે કાળ કહેવાય. તે કાળના પરિમાણથી જણાતું જે પચ્ચખાણ તે અદ્ધા પચ્ચક્ખાણ. એ રીતે ભાવિ આદિ દશ પચ્ચકખાણની વિગત પૂર્ણ થઈ. (૨૦૦૧) અઠ્ઠાપચ્ચકખાણના પ્રકાર –
नवकारपोरिसीए पुरिमड्ढेकासणेगठाणे य ।
आयंबिलऽभत्तट्टे चरिमे य अभिग्गहे विगइ ॥ २०२ ॥ નવકારશી, પિરિસો, પુરિમઢ, એકાસણું -એકલઠાણું, આયંબિલ, અભતાથ, ચરમ, અભિગ્રહ અને વિગઈ પ્રત્યાખ્યાન,
અદ્ધાપચ્ચખાણ ગણધરોએ આ પ્રમાણે કહ્યા છે. નવકાર શબ્દથી નવકાર સહિત શબ્દ જાણ. તે નવકારશીને અર્થ ૧. નવકારશી વિષયક પચ્ચકખાણ. પરિસી વિષયક ૩. પૂર્વાર્ધ વિષયક ૪. એકાસન વિષયક, ૫. એકલઠાણ વિષયક, ૬. આયંબિલ વિષયક ૭. અભક્તાર્થ વિષયક (ઉપવાસ), ૮. ચરમ વિષયક બે પ્રકારે છે. A. ભવ ચરમ અને B. દિવસ ચરમ વિષયક, ૯. અભિગ્રહ વિષયક. ૧૦. વિગઈ વિષયક.
આ પ્રમાણે દશ પ્રકારે અદ્ધાપચ્ચક્ખાણ છે.
પ્રશ્ન - એકાસણું વિગેરે અદ્ધાપચ્ચકખાણ કેમ કહેવાય છે? કારણકે એમાં કઈ જાતની કાલમર્યાદા જણાતી નથી.
ઉત્તર - એકાસણા વિગેરે મોટે ભાગે અદ્ધા પ્રત્યાખ્યાન યુક્ત જ થાય છે. માટે અદ્ધાપચ્ચકખાણરૂપે કહેવાય છે.
પ્રત્યાખ્યાન અપવાદરૂપ આગાર સહિત કરવું જોઈએ, નહીં તો પચ્ચક્ખાણ ભંગ જ થાય, તેથી તે નવકારશી વિગેરેમાં જેટલા આગારે હોય છે તે કહે છે.