________________
૬૩. એક જ વસ્તિમાં ઉત્કૃષ્ટથી જિનકલ્પીઓની સંખ્યા
૨૩૯ . ૯. વૈકક્ષિકા
ઉપકક્ષિકાથી વિપરીત વૈકક્ષિકારૂપ વસ્ત્ર હોય છે. તેને ડાબા પડખેથી પહેરીને , જમણ પડખે ગાંઠ બાંધવી. તે વૈકક્ષિકા-કંચુ અને ઉપકક્ષિકાને ઢાંકે છે. ૧૦. સંઘાટી :
ઉપર ઓઢવા માટે ચાર સંઘાટીકા (કપડા) હોય છે. એક કપડે બે હાથ પહોળ, બે કપડા ત્રણ હાથ પહોળા, એક કપ ચાર હાથ પહોળો અને ચારેની લંબાઈ સાડા ત્રણ હાથ કે ચાર હાથની હોય છે. તેમાં બે હાથની ઉપાશ્રયમાં વાપરવા માટે છે. કેમકે તે પહેર્યા વગર ખુલ્લા શરીરે ક્યારે પણ ન બેસવું એ ભાવ છે. જે ત્રણ હાથની બે સંઘાટીકા છે. તેમાંથી એક ગોચરી જવા માટે અને એક સ્પંડિત જવા માટે હોય છે.
આ બે જુદી રાખવાનું કારણ ગોચરી વગેરેમાં સરખા કપડા વગેરે ન જણાય તે માટે તથા ચાર હાથ પહોળી સંઘાટીકા સમવસરણ, વ્યાખ્યાન, સ્નાત્ર વગેરેમાં વાપરવા માટે છે. કેમકે સાધ્વીઓને સમવસરણમાં બેસવાનું હોતું નથી ઉભા જ રહેવાનું હોય છે. તેથી ખભાથી લઈ પગ ઢંકાય તે રીતે શરીરે ઓઢાય તે કપડે રાખે.
આ ચારે સંઘાટીકા કમળ હોય અને તે પહેલા પહેરેલા વેષને ઢાંકવા માટે અને લાઘા (લેકે જોઈને પ્રશંસા કરે તે માટે) જણાવવા માટે હોય છે. આ ચારે એકએક જ રાખવી. કારણ કે બધીયે એક સાથે વાપરવાને સંભવ નથી. (૫૩૬–૫૩૭) ૧૧. અંધકરણ :
खधकरणी उ चउहत्थवित्थडा वायबिहुयरक्खट्ठा ।
खुज्जकरणी उकीरइ रूववईणं कुडहहेऊ ॥ ५३८ ।। સ્કંધકરણી ચાર હાથ લાંબી અને સમરસ કપડાના ટુકડાની હોય છે. તે વાયુપીડાની રક્ષા માટે ચાર પડ કરી ખભા ઉપર રખાય છે. અથવા રૂપવતી સાધ્વીને કુબડી કરવા માટે પીઠપર ભેગી કરી કે મળ વસ્ત્રની પોટલીમાં મૂકી ઉપકક્ષિકા અને વૈકક્ષિકા સાથે બાંધીને વિરૂપતા કરવા માટે કુબડી કરવામાં આવે તે માટે. (૫૩૮) ૬૩. એક જ વસ્તિમાં ઉત્કૃષ્ટથી જિનકપીઓની સંખ્યા
जिणकप्पिया य साहू उक्कोसेणं तु एगवसहीए । , सत्त य हवंति कहमवि अहिया कइयावि नो हुंति ॥ ५३९ ॥ જિનકલ્પી સાધુઓ એક વિસ્તારમાં ઉત્કૃષ્ટથી સાત હોય છે. એનાથી અધિક કયારે પણ કોઈ પણ રીતે હેતા-નથી.