________________
૬૩. એક જ વસ્તિમાં ઉત્કૃષ્ટથી જિનકલ્પીઓની સંખ્યા
૨૪૧ ૩. સૂત્રભાવના સૂત્રને પિતાના નામની જેમ પરિચિત કરે, જેથી દિવસે કે રાત્રે શરીરની છાયા વગેરેના અભાવમાં પણ ઉચ્છવાસ, પ્રાણ, તેંક, મુહૂર્ત વગેરે કાળને સૂત્રપરાવર્તાનાનુસારે સારી રીતે જાણી શકે.
૪. એકત્વભાવના –એકત્વભાવનાવડે આત્માને ભાવતે સંઘાટક સાધુ વગેરેની સાથે પૂર્વમાં બનેલી વાતે સૂત્રાર્થ સુખ-દુઃખ વગેરે પ્રશ્નો રૂપ પરસ્પર કથાવૃત્તાન્તને ત્યાગ કરે છે. તેથી બાહ્ય મમત્વ મૂલથી જ નાશ થયા બાદ તે હવે શરીર ઉપાધિ વગેરેથી પણ આત્માને ભિન્ન જેતે તે તે પદાર્થોમાં પણ નિરાસક્ત રહે છે.
૫. બળભાવના -શારીરિકબળ અને મને ધેર્યબળ-એમ બળ બે પ્રકારે છે. જિનકલ્પ સ્વીકારનારને અન્યલેથી શારીરિકબળ અધિક હોય છે. પરંતું તપ વગેરે પ્રવૃત્તિથી શરીરબળ તેવા પ્રકારનું ન હોવા છતાં પણ ધર્યબળથી આત્માને એવો ભાવિત કરે કે મોટા પરિષહ-ઉપસર્ગોથી પણ ચલાયમાન ન થાય.
આ પાંચ ભાવનાથી ભાવિત આત્મા ગચ્છમાં રહેવા છતાં પણ જિનકલ્પસમાન ઉપધિ અને આહાર વિષયક બંને પરિકર્મણ કરે. તેમાં જે કરપાત્રની લબ્ધિ હોય, તે તેના અનુરૂપ પરિકર્મ કરે છે અને કર પાત્રની લબ્ધિ ન હોય, તે પાત્રધારી પણાનું પરિકર્મ કરે છે. આહાર પરિકમમાં તે ત્રીજી પોરિસી શરૂ થયા પછી નીકળી, જે વાલ-ચણ વગેરે લૂખા સૂકા તુચ્છ આહારને વાપરે.
૧. સંસ્કૃષ્ટ ૨. અસંતૃષ્ટ ૩. ઉદ્દત ૪. અવલપિકા, ૫. અવગૃહિતા ૬. પ્રહિતા, ૭. ઉજિઝતધર્મા. આ સાત પ્રકારની પિંડેષણ (ગેચરી) માંથી પહેલી બેને છોડી, બાકીની પાંચમાંથી કઈ પણ બેને અભિગ્રહ કરવાપૂર્વક આહારને ગ્રહણ કરે છે. તેમાં એક એષણ દ્વારા પાણી અને બીજી એષણ દ્વારા આહાર લે છે.
એ પ્રમાણે પૂર્વ આગમોક્ત વિધિપૂર્વક ગચ્છમાં રહી, પહેલા આત્માને પરિકર્મિત કરી, પછી જિનકલ્પ સ્વીકારવાની ઈચ્છાવાળે આખા સંઘને ભેગો કરે. સંઘનો અભાવ હોય, તે પોતાના ગણને ભેગા કરે. પછી તીર્થંકર પાસે, તેના અભાવે ગણધર પાસે, તેમના અભાવે ચાદપૂર્વધર પાસે, તે ન હોય તે દશપૂવી પાસે, તે ન હોય તે વડ, પીપળો, અશોકવૃક્ષની નીચે મોટા ઠાઠમાઠથી જિનક૯પ સ્વીકારે. પોતાના પદ પર સ્થાપેલ આચાર્ય, બાળ, વૃદ્ધાદિગચ્છને અને વિશેષ પ્રકારે પૂર્વમાં જેની સાથે વિરોધ થયું હોય તેમની સાથે ક્ષમાપના કરે.
બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે “જે કંઈ પ્રમાદથી ભૂતકાળમાં તમારી સાથે મેં સારુ વર્તન ન કર્યું હોય, તેને હું નિઃશલ્ય-નિષ્કષાય બનીને ખમાવું છું. તમે પણ ખમા.