________________
૬૪. આચાર્યને છત્રીસ ગુણ
૨૪૫ આચાર સંપત્તિના ચાર પ્રકાર ૧. ચરણયુક્ત, ૨, મદરહિત, ૩. અનિયતવૃત્તિ અને ૪. અચંચલ.
૧. શ્રુતસંપત્તિના ચાર પ્રકાર યુગપ્રધાનાગમ, ૨. પરિચિત સુત્રતા, ૩. ઉત્સર્ગ અપવાદ વેદી, ૪. ઉદાત્ત (સ્પષ્ટ) શૈષવાળે. ૧ આચારસંપદા :
તે આચાર સંપદા ચાર પ્રકારે છે.
૧. ચરણયુક્ત -ચરણ એટલે ચારિત્ર, વ્રત, શ્રમણુધર્મ વગેરે ૭૦ સીત્તેર ભેદરૂપ ચરણ સિત્તરીથી યુક્ત હોય છે.
અન્ય સ્થાને “સંયમ ધ્રુવ ગ યુક્તતા” નામે સંપદા કહી છે. તેને પણ ભાવાર્થ આ પ્રમાણે જ છે. સંયમ એટલે ચારિત્ર. તે ચારિત્રમાં સતત વેગ (સમાધિ) યુક્ત એટલે સતત ઉપગવાન
૨. જાતિ, કુલ, તપ, શ્રુત વગેરે મથી રહિત તે મદરહિત. ગ્રન્થાતરમાં “અસંપ્રગ્રહ કહેવાય છે. તેને પણ ભાવાર્થ આ પ્રમાણે જ છે. સંપ્રગ્રહ એટલે ચારે તરફથી સારી રીતે આત્માનું જે જાતિ, શ્રત, તપ, રૂપ વગેરેના ઉત્કર્ષ વડે ગ્રહણ થવું તે, એટલે હું જાતિવંત છું વગેરે રૂપે પકડવું તે સંપ્રગ્રહ કહેવાય. તે સંપ્રગ્રહ જેને ન હોય, તે અસંપ્રગ્રહ છે. એટલે જાતિ વગેરેનાં ઉત્કર્ષ રહિત હોય છે.
૩. અનિયત વૃત્તિ એટલે ગામ વગેરેમાં અનિયત વિહાર કરવા તે.
૪. આ ચંચલ એટલે ઈન્દ્રિયેને વશ કરનાર. અન્ય જગ્યાએ “વૃદ્ધશીલતા” કહી છે. વૃદ્ધશીલતા એટલે સ્ત્રીના મનને લોભાવનારું યૌવન, મન અને શરીરમાં હોવા છતાં પણ નિભૂત સ્વભાવ એટલે ગંભીર સ્વભાવ યુક્ત હોય છે. અર્થાત્ નિર્વિકારી હોય છે.
કહ્યું છે કે વિદ્વાન્ યૌવન વયમાં પણ મનમાં વૃદ્ધત્વ ભાવવાળે થાય છે. જ્યારે બીજા મૂર્ખાઓ વૃદ્ધાવસ્થામાં પણ ચંચલ વૃત્તિવાળા હોય છે. ૨ શ્રુતસંપદા :
૨. શ્રુતસંપદા ચાર પ્રકારે છે. ૧. યુગપ્રધાનાગમ તે-તે યુગમાં જે ઉત્કૃષ્ટ આગમ હોય, તેના જાણકાર.
૨. પરિચિતસૂત્ર એટલે શાસ્ત્રોની ક્રમ અને ઉત્કમ વાચના દ્વારા સિદ્ધાંતને સ્થિર કરેલ હોય છે.
૩. ઉત્સર્ગી એટલે ઉત્સર્ગ, અપવાદ અથવા સ્વસમય પરસમય (સિદ્ધાંત) -વગેરેના જાણકાર.
૪. સૂત્રોચ્ચારમાં ઉદાત્ત અનુદાત્ત ઘોષ વગેરે સ્વર વિશુદ્ધિને કરાવનાર.