________________
૨૪૩
૬૩. એક જ વસ્તિમાં ઉત્કૃષ્ટથી જિનકલ્પીઓની સંખ્યા નૈધિકી, ગૃહસ્થ પસંપરૂપ ત્રણ જ સામાચારી હોય છે. કેમકે બગીચા વગેરેમાં રહેનારાને પૃચ્છા વગેરેને સંભવ નથી હોતું. વગેરે બીજી પણ જિનકલ્પિઓની સામાચારી (બૃહત્ ) કલ્પ વગેરેથી જાણી લેવી.
અહીં ઉપયોગી હોવાથી જિનકલ્પના આચારનું પ્રતિપાદન કરવા માટે કેટલાક દ્વારનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે
૧. ક્ષેત્ર, ૨. કાળ, ૩. ચારિત્ર, ૪. તીર્થ, પ. પર્યાય, ૬. આગમ, ૭. વેદ, ૮. કલ્પ, ૯. લિંગ, ૧૦. ધ્યાન, ૧૧. ગણના, ૧૨. અભિગ્રહ, [૧૩. પ્રવ્રજયા, ૧૪. નિપ્રતિકમ, ૧૫. ભિક્ષા ૧૬. પથ. એમ સેળ દ્વારા થયા.
તેમાં તીર્થ, પર્યાય આગમ, વેદ, ધ્યાન, અભિગ્રહ, પ્રવજયા, નિષ્પતિકર્મ, ભિક્ષા અને પથ-આ દશ દ્વારનું વર્ણન ૬૯ માં પરિહાર વિશુદ્ધિ દ્વારમાં જે પ્રમાણે વર્ણન કરશે તે પ્રમાણે જ અહીં પણ જાણવું.
૧. ક્ષેત્રદ્વાર–જન્મ અને સદભાવથી પંદરે કર્મભૂમિમાં હોય છે અને સંહરણથી અકર્મ ભૂમિમાં પણ હોય છે.
૨. કાળદ્વાર–જન્મથી અવસર્પિણીકાળમાં ત્રીજા-ચોથા આરામાં અને વ્રતથી પાંચમા આરામાં પણ હોય તથા ઉત્સર્પિણીમાં વ્રતથી ત્રીજા-ચોથા આરામાં અને જન્મથી બીજા આરામાં પણ હોય છે.
દુષમસુષમારૂપ પ્રતિ ભાગકાળ (સમાન કાળ ?) જયાં છે, તે મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ જન્મથી અને સદભાવથી હમેંશા જિનકલ્પ હોય છે. સંહરણની અપેક્ષાએ સર્વકાળમાં હોય છે.
૩. ચારિત્રદ્વાર-જિનકલ્પ સ્વીકારનાર સામાયિક છેદે પસ્થાપનીય ચારિત્રવાળા જ હોય છે. એમાં મધ્યમના બાવીસ તીર્થકરો તથા મહાવિદેહના જિનેશ્વરના શાસનમાં સામાયિક ચારિત્રમાં જ અને પહેલા-છેલા જિનના શાસનમાં છેદે પસ્થાપનીય ચારિત્રમાં ' જ જિનકલ્પ સ્વીકાર હોય છે.
પૂર્વ પ્રતિપન્ન એટલે જિનકલ્પ સ્વીકાર્યા બાદ સૂમસં૫રાય અને યથાખ્યાત ચારિત્ર પણ હોય છે અને તે ચારિત્ર ઉપશમશ્રેણીમાં જ હોય છે. ક્ષપકશ્રેણીમાં નહીં કેમકે જિનકલ્પીને તે જ ભવમાં કેવળજ્ઞાન ન થાય, તેમ પંચવસ્તુક ગ્રંથમાં કહ્યું છે.
૪. ક૯૫દ્વાર-સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પ બન્નેમાં જિનકલ્પ હોય છે.
પ લિંગદ્વાર-જિનકલ્પ સ્વીકારનાર દ્રવ્ય અને ભાવ બંને લિંગે હોય છે. પૂર્વે કલ્પ સ્વીકારેલ તે ભાવલિંગમાં જ હોય, દ્રવ્યલિંગની તે ભજના જાણવી. અપહરણ થવાના કારણે કે જીર્ણ થવા વગેરે કારણે લિંગનો અભાવ હોય છે.