________________
२२६
પ્રવચનસારોદ્ધાર
હવે પાત્રાનું પ્રમાણ કહે છે. ત્રણત અને ચાર આંગળ–આ પાત્રાનું મધ્યમ પ્રમાણ છે. તે ગેળ અથવા ચારે બાજુથી સમરસ એટલે બધી બાજુથી એક સમાન સુપ્રતિષ્ઠિત, કાણા વગરનું, ઘા વગરનું, સ્નિગ્ધવર્ણ (રંગ)વાળુ હોય છે.
પાત્રાની પરિધિ જે દોરાથી માપીએ ત્યારે માપવાને દોરે ત્રણવંત ચાર આંગળ થાય, ત્યારે તે પાગું મધ્યમ પ્રમાણુવાળુ કહેવાય છે. આ મધ્યમ પ્રમાણુથી ઓછી એક વેંત કે બે વેંત પ્રમાણ હોય, તે તે પાત્રુ જઘન્ય કહેવાય અને મધ્યમ પ્રમાણથી વધારે હોય, તે ઉત્કૃષ્ટ પાત્ર કહેવાય છે. (૫૦૦)
पत्ताबंधपमाणं भाणपमाणेण होइ कायव्वं ।
जह गठिमि कयंमि कोणा चउरंगुला हुंति ॥ ५०१ ॥ પાત્રબંધક એટલે ઝેળીનું પ્રમાણ કહે છે. પાત્ર બંધનનું માપ ભાજન એટલે પાત્રાના પ્રમાણનું રાખવું. જે મધ્યમ પાત્ર હોય, તે પાત્ર બંધન પણ તે પ્રમાણનું કરવું. જઘન્ય પાત્ર હોય, તે તે જઘન્ય પ્રમાણે અને ઉત્કૃષ્ટપાત્ર હોય, તે પાત્રબંધન ઉત્કૃષ્ટ પ્રમાણે કરવું. પાત્ર બંધનને ગાંઠ વાળ્યા પછી તેના છેડા ચાર આંગળ રહે, તેવું પાત્ર બંધન કરવું. (૧૦૧)
पत्तगठवणं तह गुच्छगो य पायपडिलेहणी चेव ।
तिण्हंपि उप्पमाणं विहत्थि चउरंगुलं चेव ॥ ५०२ ॥ હવે પાત્રસ્થાપનક, પાત્રપડિલેહણી (ચરવલી) તથા ગુચ્છાનું માપ કહે છે. પાત્રસ્થાપન, ગુચ્છા અને ચરવલી આ ત્રણેનું માપ એકતા અને ચાર આંગલ છે. એટલે ૧૬ આંગળનું માપ સમજવું. પાત્રબંધન અને પાત્ર સ્થાપનનું પ્રજન પાત્રાની ધૂળ વગેરેથી રક્ષા માટે છે. અને ગુચ્છાનું પ્રયોજન પાત્રાના વસ્ત્રો જે પલ્લા તેની પડિલેહણ માટે છે. તથા પાત્ર પડિલેહણ–ચરવલીનું પ્રયોજન પાત્રાના પડિલેહણ માટે છે. કહ્યું છે કે
रयमाइरक्खणट्ठा पत्ताबंधो य पायठवणं च होइपमज्जणहेऊ तु गुच्छओ भाणवत्थाणं पायपमज्जणहेऊ केसरीया इत्थ होइ नायव्वा.
પાત્ર બંધન અને પાત્ર સ્થાપન ધૂળ વગેરેથી રક્ષા માટે, ભાજનના વસ્ત્રો અને પલ્લાની પડિલેહણ માટે ગુચ્છા છે. પાત્રા પ્રમાર્જન માટે કેસરીકા એટલે ચરવળી છે. (૫૦૨).
अडढाइज्जा हत्था दीहा छत्तीसअंगुले रुंदा । बीयं पडिग्गहाओ ससरीराओ य निप्फण्णं ॥५०३॥