________________
૬૧ સ્થવિરકલ્પી મુનિઓના ઉપકરણની સંખ્યા
૨૨૯. સામાન્યથી રજોહરણ એટલે એ તે બત્રીસ આગળ કરે. તેમાં ચોવીસ આંગળની રજોહરણની દાંડી રાખવી અને આઠ આંગળની દેસી રાખવી અથવા બેમાંથી એક ઓછો વધતે પણ કરાય એટલે કે દાંડી નાની હોય તે દસી મોટી કરવી અને દસ નાની હોય તે દાંડી મેટી રાખવી પણ બંનેને ભેગા કરતા બત્રીસ આગળનું રજોહરણ કરવું જોઈએ.
હવે જે આધુનિક કેટલાક શિથિલ સાધુ આ પ્રમાણે કહે છે, કે
પ્રશ્ન-રજોહરણ મધ્યમભાગમાં ત્રણ દોરાના આંટા યુક્ત હોવું જોઈએ. કેમકે સિદ્ધાંતમાં “તિપાસિચંન્ન’ એ પ્રમાણે કહ્યું છે. જેમાં નીચેને ઘેરે ઘામાં બાંધે તે સાધુઓ ભગવાનની આજ્ઞા ભંગ કરનારા હોવાથી મિથ્યાદષ્ટિ છે?
ઉત્તર-રજોહરણમાં નીચેનો દોરો બાંધવાનું આચરણ ગીતાર્થોએ કરેલ હોવાથી રહરણમાં દરે બાંધનાર સાધુઓ મિથ્યાષ્ટિ થતાં નથી. કેમકે ઓઘામાં નીચે રે બાંધવાની પ્રવૃત્તિ ગીતાર્થોએ આચરેલ છે અને અશઠ એવા ગીતાર્થોએ આચરેલ પ્રવૃત્તિને આચરતા ભગવાનની આજ્ઞાનો કાંઈપણ ભંગ થતું નથી.
ગણધરોએ પણ કહ્યું છે કે રાગ-દ્વેષ રહિત અશઠ ગીતાર્થ વડે જે કંઈ (દ્રવ્ય ક્ષેત્ર કાળ વગેરે કારણોથી) સ્વાભાવિકપણે અસાવદ્ય એવું જે કંઈ આચરાયું હોય અને બીજા તત્કાલિન ગીતાર્થોએ તેને નિષેધ ન કર્યો હોય, તે ઘણુ ગુણવાળું હોવાથી અને આચરિત કહેવાય છે.
ઉપર પ્રમાણે ગીતાર્થોચરિતનો વિરોધ કરનારાઓને જ મિથ્યાષ્ટિપણને પ્રસંગ થાય છે.
હવે અમે સિદ્ધાંતપ્ત કરનારા છીએ એમ માનનારાઓને પૂછે કે તમો સિદ્ધાંતમાં કહેલ વાતથી વધારે કાંઈ પણ નથી કરતા?
બીજી વાત રહેવા દે. એ પણ કે રાખવો તે બતાવ તે કહે છે કે મૂળમાં મજબૂતપણે વીંટલારૂપ ઘન બનાવે. મધ્યભાગમાં સ્થિર એટલે દઢ. આગળ એટલે દશીના છેડે કેમળ રાખો એટલે દશીએ કમળ રાખવી.
એકાંગીક એટલે એક જ દોરામાંથી બનાવેલ, બે ત્રણ ટુકડાઓ જોડીને નહીં. અશુષિર એટલે રોમવાળી કે ગાંઠવાળી નહીં. પરાયામ એટલે અંગૂઠાના પર્વમાં–વેઢામાં પ્રદેશીનીના વચ્ચેના ભાગ જેટલા પ્રમાણવાળી દશી ત્રણ દોરાના વીંટાવડે બાંધેલ આવા પ્રકારનો ઓ રાખવો.
અપોલું એટલે દઢ વીંટવાથી પોલાણ વગરના ભાગવાળો તથા કમળ દીવાળે, બહારના બે નિશિથીયા યુક્ત સંપૂર્ણ એક હાથ પ્રમાણવાળે. સંપૂર્ણ હાથ ભરાય એવો. અંગુઠાના પર્વમાં લાગેલ પ્રદેશિનીના પિલાણ ભાગને પૂરનારે આવા પ્રકારનો રજોહરણ કરે.”