________________
૨૧૨
પ્રવચનસારોદ્ધાર
સમુદ્રમાંથી, એકસો આઠ તિથ્થલેકમાંથી, વિશ પૃથકત્વ અધોલેકમાંથી અને એની ટીકામાં વશ પૃથફત્વનો અર્થ બે વશી (અર્થાત્ ચાલીશ) પ્રમાણે લીધે છે. કેમકે પૃથકૃત્વ એટલે બેથી નવ સુધીની સંખ્યા. તેથી આ ગાથામાં પણ હોવીસમો આ પ્રમાણે બેલાય તે સારૂ થાય. તથા તિÖલેકમાં ઉત્કૃષ્ટથી એક સમયમાં એકસે આઠ સિદ્ધ થાય છે. (૪૭૧)
૪૮. એક સમયમાં થનાર સિદ્ધની સંખ્યા एको व दो व तिन्नि व अट्ठसयं जाव एकसमयम्मि । मणुयगईए सिज्झइ संखाउयवीयरागा उ ॥ ४७२ ॥
મનુષ્યગતિમાંથી સંખ્યાતવર્ષના આયુષ્યવાળા વીતરાગ ભગવતે એક સમયે એક, બે અથવા ત્રણ યાવત્ ૧૦૮ સુધી સિદ્ધ થઈ શકે છે.
સમસ્ત કર્મોને નાશ કરી વીતરાગ અવસ્થાને પામેલા જીવ એક સમયે જઘન્યથી એક,બે અથવા ત્રણ સિદ્ધ થાય છે. અને ઉત્કૃષ્ટથી ૧૦૮. અને તેઓ સંખ્યાતવર્ષને આયુષ્યવાળા મનુષ્યો જ સિદ્ધ થાય છે. અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા તથા અન્ય ગતિમાં રહેલા છ સિદ્ધ થતા નથી. કારણ કે મનુષ્યગતિ સિવાય ત્રણ ગતિમાંથી મોક્ષમાં જવાને અભાવ છે. (૪૭૨)
૪૯. પંદર પ્રકારે સિદ્ધ तित्थयर १ अतित्थयरा २ तित्थ ३ सलिंग ४ ऽन्नलिंग ५ थी ६ पुरिसा ७। गिहिलिंग ८ नपुंसक ९ अतित्थसिद्ध १० पत्तेयबुद्धा ११ य ॥ ४७३ ॥ एग १२ अणेग १३ सयंबुद्ध १४ बुद्धबोहिय १५ पभेयओ भणिया । सिद्धंते सिद्धाणं भेया पन्नरससंखत्ति ॥ ४७४ ॥
૧. તીર્થંકરસિદ્ધ, . અતીર્થકરસિદ્ધ, ૩. તીર્થસિદ, ૪. સ્વલિંગસિદ્ધ, ૫. અન્યલિગસિદ્ધ, ૬. સ્ત્રીલિગસિદ્ધ, ૭. પુરૂષલિંગસિદ્ધ, ૮, ગૃહસ્થલિંગ સિદ્ધ, ૯. નપુંસકલિગસિદ્ધ, ૧૦. અતીર્થસિદ્ધ, ૧૧. પ્રત્યેકબુદ્ધસિદ્ધ ૧૨. એકસિદ્ધ, ૧૩, અનેકસિદ્ધ, ૧૪. સ્વયં બુદ્ધસિદ્ધ, ૧૫. બુદ્ધાધિતસિદ્ધ-આ પ્રમાણે સિદ્ધાંતમાં સિદ્ધોના પંદર ભેદ કહ્યા છે.
૧. તીર્થકર સિદ્ધ થાય, તે તીર્થકરસિદ્ધ. ૨. તીર્થકર થયા વગર સામાન્ય કેવલીરૂપે જે સિદ્ધ થાય, તે અતીર્થંકરસિદ્ધ. ૩. સંસાર સાગર જેનાથી તરાય તે તીર્થ એટલે તીર્થકરો કેવળજ્ઞાનની પ્રાપ્તિબાદ