________________
૩૯. આઠ મહાપ્રાતિહાર્ય
૨૦૧ મચકુંદનાં ફૂલ-કુમુદના જેવા લટક્તા ઉજજવળ મોતીનાં ઝુલની શ્રેણીઓથી સુંદરએવા ત્રણ છત્ર દેવો રચે છે.
જિનેશ્વર ભગવંતનાં આવા પ્રકારના આઠ પ્રાતિહાર્ય શેભે છે.
અશેકવૃક્ષ મહાવીર ભગવંતને બત્રીસ ધનુષ ઊંચુ હતું અને બાકીના ઋષભદેવથી પાર્શ્વનાથ સુધીના ૨૩ તીર્થકરને પોતાના શરીર પ્રમાણથી બારગણું ઊંચુ હતું. કહ્યું છે કે “ઋષભદેવને ત્રણ ગાઉ અને વર્ધમાન સ્વામિને ૩૨ ધનુષ અને બાકીના જિનેને પોતાના શરીરથી બારગણુ અશોકવૃક્ષ હોય છે.” (૧)
પ્રશ્ન-કેટલાક મહાવીરસ્વામીને પણ પોતાના શરીરથી બારગણુ અશોકવૃક્ષ કહે છે. જે આવશ્યસ્થૂર્ણમાં મહાવીર સમવસરણના પ્રસંગે કહ્યું છે કે. असोगवरपायवं जिणउच्चत्ताओ बारसगुण सक्को विउव्वइत्ति.
તે પછી આ વાત કેવી રીતે ઘટે ?
ઉત્તર:–આવશ્યકચૂર્ણમાં જે માપ કહ્યું છે તે ફક્ત અશોકવૃક્ષનું જ માપ છે. અહીં તે માત્ર (એકલે અશોકવૃક્ષ બાર ગણે જ છે. તે સાત હાથના ભગવાનના શરીરને બારગણું કરતા ૨૧ ધનુષ થાય છે અને સાલવૃક્ષપણ અગ્યાર ધનુષ પ્રમાણ છે. તેથી બે ભેગા કરતા બત્રીશ ધનુષ્ય થાય છે. સમવાયાંગમાં પણ કહ્યું છે.
बत्तीसं धणुयाई चेइयरुक्खोउ वद्धमाणस्स ।
निच्चोउगो असोगो उच्छन्नो सालरुक्खेणं ।।१।। અર્થ -હંમેશા ખીલેલા પુષ્પ વિગેરેથી યુક્ત અશોક નામે વૃક્ષ જે સમવસરણ ભૂમિમાં હોય છે, તે સાલવૃક્ષથી ઢંકાયેલ હોય છે. તેથી સાલવૃક્ષની ઊંચાઈ પણ ઉમેરી દેવી.
પ્રશ્ન:-જન સુધીની ભૂમિ ઉપર કુસુમની વૃષ્ટિના વિષયમાં કૃપાથી આદ્ર હૃદયવાળા કેટલાક પ્રશ્ન કરે છે કે જીવઘાતના કારણ રૂપ વિકસિત સુંદર ફૂલના સમૂહથી ભરેલ સમવસરણની જગ્યામાં જીવદયા પ્રિય મનવાળા મુનિઓ હોવાથી સ્થિરતા અને ગમનાગમન વિગેરે કેવી રીતે કરી શકે ?
ઉત્તર:- ત્યારે કેટલાક ઉત્તર આપે છે “તે ફલે સચિત્ત નથી હોતા” કેમકે દેએ વિદુર્વેલા હોવાથી અચિત્ત હોય છે—તે જવાબ બરાબર નથી. કારણ કે ત્યાં વિકલા જ ફૂલે નથી હોતા પણ પાણીના અને જમીનના ઉત્પન્ન થયેલાં ફૂલ હોવાની પણ સંભાવના છે. આ વાત આગમમાં પણ કહેલી છે.
આવશ્યકનિર્યુક્તિમાં પણ કહ્યું છે કે “નીચે ડીંટીયાવાળા, સુગંધિ-જળમાં અને સ્થળમાં ઉત્પન્ન થયેલા, પાંચ રંગનાં દેવસંબંધિ ફૂલેથી પણ અધિક શોભતા ફૂલની ચારે