________________
પ્રવચનસારદ્વાર ઉત્તર:- પિરિસીમાં છ આગારે છે અને નવકારશીમાં બે આગારે છે, એટલે પરિસીથી અલ્પ આગાર હોવાથી નવકારશીનો કાળ પણ અલ્પ જણાય છે. તે નવકારશીને કાળ સમય પૂરો થયો હોવા છતાં પણ નવકાર ગણ્યા વગર પચ્ચકખાણ પૂર્ણ કહેવાતું નથી. મુહૂર્ત કાળ પછી નવકાર ગણવાથી પચ્ચક્ખાણ પુરુ થાય છે. મુહૂર્ત કાળ એટલે બે ઘડી, અડતાલીસ મિનિટ. તેથી નકકી થયું કે નવકારશી પરચકખાણ બે ઘડી–એક મુહૂર્તનું હોય છે.
પ્રશ્ન :- પહેલા જ મુહૂર્તમાં નવકારશી આવે એમ શી રીતે જણાય?
ઉત્તર :- પચ્ચખાણના “સૂરે ઉગ્ગએ” પાઠથી પોરિસી પચ્ચખાણની જેમ તેનું સૂત્ર “સૂરેઉગ્ગએ (ઉગ્ગએ સૂરે) નામેાકાર સહિયં પચ્ચખાઈ ચઉવ્વિલંપિ આહાર અસણું પાસું ખાઈમં સાઇમં અન્નત્થણાભોગેણુ સહસાગારેણું વોસિરાઈ.” આ પ્રમાણે છે.
પોરિસી વિગેરે પચ્ચકખાણની વિસ્તારપૂર્વકની વ્યાખ્યા એ પચ્ચખાણ વખતે કહેવાશે, પણ આગારોનું સ્વરૂપ જાણવા માટે કંઈક વ્યાખ્યા કરાય છે.
સૂરે ઉગ્ગએ એટલે સૂર્ય ઉગે ત્યારથી આરંભી “પંચ પરમેષ્ઠિ તવરૂપ નવકાર સહિત પચ્ચકખું છું.” બધા ધાતુઓ “કરવા”ના અર્થમાં રહેલા છે. આથી ભાગ્યકારના વચનથી નવકાર સહિત પચ્ચકખાણ કરું છું—એમ સમજવું. આ પ્રમાણે ગુરુ “પચ્ચક્ખાઈ” વચન બોલે ત્યારે શિષ્ય “પચ્ચખામિ એટલે હું પચ્ચખાણ કરું છું—એમ કહે. એ. પ્રમાણે “સિરઈ” બેસે ત્યારે “વોસિરામિ” હું ત્યાગ કરું છું-એમ બેલે.
તે પચ્ચખાણ ચારે પ્રકારના આહારનો ત્યાગ પૂર્વક કરે છે, પણ એકાદ આહારના ત્યાગપૂર્વક નહીં.
આ નવકારશી ચારે પ્રકારના આહારના ત્યાગપૂર્વક જ થાય—એવી વૃદ્ધ પરંપરા છે. તથા રાત્રિભેજન ત્યાગરૂપ વ્રતની પૂર્ણાહુતિરૂપ પણ આ પચ્ચખાણ છે. “અશન” વિગેરેથી ચારે પ્રકારનો આહાર સમજ.
હવે નિયમ ભંગ ન થાય તે માટે આગાર કહે છે. અન્યત્ર એટલે સિવાય અર્થાત્ અનાભોગ અને સહસાકારને છોડીને પચ્ચખાણ કરું છું. અનાભોગ એટલે અત્યંત વિસ્મૃતિ થવી તે. સહસાકાર એટલે એકાએક ન અટકી શકાય તેવી પ્રવૃત્તિ તે. - હવે પિરિસના આગારો કહે છે. “પોરિસી પચ્ચખાઈ ઉગ્ગએસૂરે ચઉવ્વિલંપિ આહાર અસણું પાસું ખાઈમ સાઈમં અન્નત્થણાભોગેણુ સહસાગારેણં પરછન્નકાલેણું દિસાહેણું સાહવયણેણં સવ્વસમાવિવત્તિયાગારેણે સિરઈ'
પુરુષની છાયા પ્રમાણ કાલ તે પણ પોરિસી એટલે પ્રહર, તેનું પચફખાણ કરે છે. પિરિસી એટલે કે એક પ્રહર સુધીનું જે પચ્ચકખાણ તે પરિસી. –એ પ્રમાણે બીજા પચ્ચખાણોમાં પણ સમજવું. તે પચ્ચખાણમાં અશનાદિ ચારે પ્રકારના આહારને