________________
૧૪૨
પ્રવચનસારોદ્ધાર
પિતાના લિંગવડે કૃતકૃત્ય હોવા છતાં પણ સ્ત્રીનાં અવાચ્ય ભાગને વારંવાર મર્દન કરે, વાળ ખેંચે, પ્રહાર કરે, દાંત નખ વગેરેને કદર્થના કરવા વડે મોહનીયકર્મનાં આવેશપૂર્વક એવી રમત કરે કે જેથી પ્રબળ રાગ ઉત્પન્ન થાય અથવા અંગ એટલે દેહશરીર પણ મૈથુન અપેક્ષાએ નિ અને લિંગ તેના સિવાયનાં અંગેથી સ્તન, વાળ, પેટ, મેટું વગેરે પર ક્રીડા કરવી.
અહિં શ્રાવક અતિ પાપભીરુ હોવાથી બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છાવાળો હોય, છતાં પણ વેદોદયને નહિ સહી શકવાથી બ્રહાચર્ય ન પાળી શકાય તે વાસના શાંત થાય એટલા પૂરતું જ સ્વદારાસંતોષ વગેરેને સ્વીકારે. ફક્ત મૈથુન માત્રથી જ શાંતિ થતી હોય તે તીવ્રકામાભિલાષરૂપ અનંગક્રિડાને તે વાસ્તવિકપણે નિષેધ છે, કેમકે તે સેવવામાં કઈ લાભ નથી પરંતુ ક્ષય વગેરે રોગોની સંભાવના છે. એ રીતે નિષેધ કરેલને આચરવાથી વ્રતભંગ અને મૈથુન ત્યાગરૂપ પોતાના વ્રત પાલનથી અભંગ એટલે ભંગાભંગરૂપ હોવાથી અતિચાર..
બીજા આચાર્યો બીજી રીતે પણ આ બે અતિચારો વિચારે છે કે, સ્વદારાસંતોષી કહે કે મેં તે સંભોગનું જ પચ્ચકખાણ કર્યું છે. એમ માનીને પોતાની કલ્પનાથી વેશ્યા વગેરેની સાથે સંભોગ છોડે. આલિંગન વગેરે કરે, અહિં પણ કચિત્ વ્રત સાપેક્ષપણું હોવાથી અતિચાર છે.
પ. પિતાના સંતાન સિવાય કન્યાદાનનાં ફળની ઈચ્છાથી અથવા સ્નેહ સંબંધથી અન્યનાં સંતાનોને પરણાવવા તે પરવિવાહરણ કહેવાય છે. અહિં સ્વદારાસંતોષીને. પિતાની સ્ત્રી સિવાય અને પદારાત્યાગીને પિતાની અને વેશ્યા સિવાયની સ્ત્રી સાથે મન–વચન-કાયાથી મૈથુન કરવું નહિ અને કરાવવું નહિ એવું વ્રત હોય છે. અને પરવિવાહરણ તે મૈથુનનું કારણ છે માટે પરવિવાહકરણ સ્વદારાસંતોષી અને પરદારાત્યાગીને ત્યાગ જ થાય છે. મૈથુન ત્યાગી માને કે હું લગ્ન જ કરાવું છું. પણ મૈથુન નથી કરાવતો-એમ ત્રત સાપેક્ષપણું હોવાથી અતિચાર. સમ્યગદષ્ટિને કન્યાદાનનાં ફળની ઈચ્છા અપરિપક્વ અવસ્થામાં જ હોય છે અને મિથ્યાદષ્ટિને ભદ્રક અવસ્થામાં ઉપકાર. માટે વ્રત આપવા તે સંભવે છે.
પ્રશ્ન-પરસંતાન વિવાહની જેમ સ્વસંતાન વિવાહમાં પણ દોષ તે સરખે છે તે પછી પરવિવાહ ત્યાગ શા માટે?
ઉત્તરઃ આ વાત સાચી છે, પણ જે પોતાની કન્યા વગેરેનો વિવાહ ન કરે તે. સ્વછંદાચારી થઈ જાય, તેથી શાસન અપભ્રાજના થાય છે. વિવાહ કરવાથી પતિ વગેરેનાં. નિયંત્રણથી સ્વેચ્છાચારી ન થાય. બીજાઓએ પણ કહ્યું છે કે,
સ્ત્રીની કુમાર અવસ્થામાં પિતા રક્ષા કરે. યુવાવસ્થામાં પતિ અને વૃદ્ધાવસ્થામાં