________________
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર :
૧૪૯
પ. જેનાથી આત્મા દુર્ગતિના અધિકારી થાય, તે અધિકરણ. ઉખલ (ખાંડણીયું), રેંટ, ઘંટી વગેરે જોડેલા રાખવા, મુશળ ઉખલ સાથે, હળ ફાળની સાથે, ગાડુ ધૂંસરી સાથે, ધનુષ બાણુ સાથે વગેરે. એક અધિકરણુ ખીજા અધિકરણ સાથે હોવું તે સંયુક્તાધિકરણ. શ્રાવકે સયુક્ત અધિકરણા ન રાખવા. કેમકે તેનાથી કોઈક હિંસક સંયુક્તાધિકરણ લઈ હિંસા કરે. જો જુદા અધિકરણ રાખ્યા હાય, તેા સહેલાઇથી ના પાડી શકાય. અહિં નિષધિત અનઢંડ, અપધ્યાનાચરિત, પ્રમાદાચરિત, હિંસ્રપ્રદાન, પાપકર્મોપદેશ ભેદથી ચાર પ્રકારે છે. માટે તેની વિરતિ પણ ચાર પ્રકારે છે.
'
તેમાં અપધ્યાનાચરિત વિરતિમાં કૌત્કૃત્મ્ય વગેરે પાંચનું અનાભાગ વગેરેથી જે ચિંતવવું તે અતિચાર, જાણી બુઝીને રસપૂર્વક તેને ચિતવવું તે ભંગ કહેવાય. પ્રમાદાચરિત વિરતિમાં કૌત્કચ્ય, કપ ભાગે પભાગાતિરેકતા કરવાથી અતિચાર, હિંસ્રપ્રદાન વિરતિમાં સંયુક્તાધિકરણથી અતિચાર, પાપકર્મોપદેશ વિરતિમાં મૌખ થી અતિચાર. આ અતિચારે અનર્થ ઈંડ વ્રતના છે. (૨૮૨)
ગુણવ્રતનાં અતિચાર કહ્યા. હવે શિક્ષાવ્રતનાં અતિચારા કહે છે. નવમાં વ્રતના અતિચાર –
काय १ मणो २ वयणाणं ३ दुप्पणिहाणं सईअकरणं च ४ । अवयिकरणं ५ चिय सामइए पंच अइयारा ॥ २८३ ॥ મન-વચન-કાયાનું દુષપ્રણિધાન, સામાયિકનું વિસ્મરણ, અનવસ્થિતકરણ, એ સામાયિક વ્રતનાં પાંચ અંતિચારા છે.
પ્રણિધાન એટલે એકાગ્રતા. એકાગ્રતાના અભાવ તે દુષ્ટ પ્રણિધાન. મન, વચન, કાયાની જે સાવદ્યમાં પ્રવૃત્તિ તે દુપ્રણિધાન. તેમાં શરીરનાં અવયા હાથ, પગ વગેરેને જેમ તેમ રાખવા, તે કાયદુપ્રણિધાન. ક્રોધ, લાભ, દ્રોહ, અભિમાન, ઇર્ષ્યા વગેરેથી કાર્યમાં રોકાયેલ મન તે મનેાદુપ્રણિધાન. અક્ષર સ ંસ્કારના અભાવથી અને અને જાણ્યા વગર જેમ તેમ વચન ખેલવા તે વચનદુપ્રણિધાન. એ ત્રણ અતિચાર. કહ્યુ` છે કે
પ્રમાદથી જોયા વગર, પ્રમાર્યા વગર, શુદ્ધ જમીન ઉપર બેસતાં ભલે હિંસાના અભાવ હાવા છતાં પણ તેને સામાયિક કહ્યું નથી. ૧.
સામાયિક કરીને જે શ્રાવક ઘર ચિંતા કરે, આ−રૌદ્ર યાનવાળા થયા હાય, તે તેનું સામાયિક નિરક છે. ર.
સામાયિક કરીને પહેલાં બુદ્ધિપૂર્વક વિચારીને નિરવદ્યભાષા મેલે, નહિ તે તેનુ સામાયિક નિરર્થક થાય. ૩.