________________
૧૭૬
પ્રવચનસારાહાર
મુદ્ગર, પાશ અને અભયમુદ્રા છે, અને ડાબા છ હાથમાં નાળિયેા ધનુષ, ચર્મ ફલક (ઢાલ), શૂલ, અંકુશ અને અક્ષમાલા છે.
૧૯. દ્ઘિનાથના કુબરનામા યક્ષ છે. તેને ચાર મુખ, ઇન્દ્રધનુષ્ય જેવા વણુ, હાથીનું વાહન અને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં વરદાનમુદ્રા, પરશુ, શૂલ અને અભયમુદ્રા છે. તથા ડાબા ચાર હાથમાં ખીજેરૂ, શક્તિ, મુગર અને અક્ષમાલા છે. ખીજા ગ્રંથામાં કુખરની જગ્યાએ કુબેર કહ્યું છે.
૨૦. મુનિસુવ્રતસ્વામીના વરૂણ નામે યક્ષ છે. તેને ચાર મુખ, ત્રણ આંખ, વેત વણ અને વૃષભનું વાહન છે. માથા ઉપર જટાના મુગટ છે. તેને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં ખીજોરૂ, ગઠ્ઠા, ખાણુ અને શક્તિ છે તથા ડાબા ચાર હાથમાં નાળિયા, કમલ, ધનુષ અને પરશુ છે.
૨૧. નિમનાથના કટ નામે યક્ષ છે. તેને ચાર મુખ, સુવર્ણ વણુ, ત્રણ આંખ અને બળદનુ વાહન છે. જમણા ચાર હાથમાં ખીજોરૂ, શક્તિ, સુગર અને અભયમુદ્રા છે. ડાબા ચાર હાથમાં નાળિયેા, પશુ, વજ, અને અક્ષમાલા છે.
૨૨. તેમનાથને ગોમેધ નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, શ્યામ વર્ણ, પુરુષનું વાહન અને છ હાથ છે. જમણા ત્રણ હાથમાં માતુલિંગ, પરશુ અને ચક્ર છે તથા ડાબા ત્રણ હાથમાં નાળિયા, શૂલ અને શક્તિ છે.
૨૩. પાર્શ્વનાથને વામન નામે યક્ષ છે. મતાંતરે પાર્શ્વ નામે યક્ષ છે. તેને હાથીના જેવું મુખ, મસ્તક ઉપર સર્પની ણા, શ્યામ વર્ણ, કાચબાનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ખીજોરૂ અને સર્પ છે તથા ડાબા બે હાથમાં નાળિયા અને ભુજંગ (સર્પ) છે.
૨૪. મહાવીરસ્વામીને માતંગ નામે યક્ષ છે. તેને શ્યામ વર્ણ, હાથીનું વાહન, અને એ હાથ છે. જમણા હાથમાં નાળિયેા અને ડાબા હાથમાં ખીજોરૂ છે. (૩૭૩–૩૭૪)
૨૭. યક્ષિણી
देवीओ चक्केसरि १ अजिया २ दुरियारि ३ कालि ४ महकाली ५ । अच्चुय ६ संता ७ जाला ८ सुतारया ९ सोय १० सिखिच्छा ११ ।। ३७५ ॥ पवर १२ विजयं १३ कुसा १४ पण्णत्ती १५ निव्वाणि १६ अच्चुया १७ धरणी १८ । रोट्ट १९ छुत्त २० गंधारि २१ अब २२ पउमावई २३ सिद्धा २४ || ३७६॥ ૧. ચક્રેશ્વરી, ૨. અજિતા, ૩. દુરિતારિ, ૪. કાલિ, પ, મહાકાલિ, ૬. અચ્યુતા, ૭. શાંતા, ૮. જ્વાલા, ૯. સુતારા, ૧૦, અશેાકા, ૧૧. શ્રીવત્સા, ૧૨. પ્રવરા, ૧૩. વિજયા, ૧૪. અકુશા,
૧૫. પ્રજ્ઞપ્તિ,