________________
૧૩૦
પ્રવચનસારોદ્ધાર પ. દુખા ગવેષણ-દુઃખથી પીડિતની ઔષધ વિગેરે દ્વારા સેવા કરવી. અર્થાત્ દુ:ખી ઉપર ઉપકાર કર.
૬. દેશ-કાળના અવસરને જે.
૭. બધા કાર્યમાં ગુરુને અનુકૂળ પ્રમાણે વર્તવું. અથવા બાવન પ્રકારનો પણ ઉપચાર વિનય છે તે પાંસઠમા દ્વારમાં કહેવાશે.
૩. વૈયાવચ્ચ -જેના વડે વ્યાપાર કરાય તે વ્યાખ્રત. તેને જે ભાવ તે વૈયાવૃત્ય. ધર્મ સાધના કરવા માટે અન્ન વિગેરેનું જે દાન તે વૈયાવચ્ચ. કહ્યું છે કે,
વ્યાકૃતપણને જે ભાવ તે વૈયાવચ્ચ છે. વિધિપૂર્વક અન્ન વિગેરે આપવું તે વૈિયાવચ્ચને ભાવાર્થ છે. - ૪. સ્વાધ્યાય -કાળવેળાને ત્યાગીને મર્યાદાપૂર્વક તે-તે પિરિસીના વખતે જે અધ્યયન કરવું તે સ્વાધ્યાય. તેના વાચના, પ્રર૭ના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથાએમ પાંચ પ્રકાર છે.
વાચના-શિષ્યને ભણાવવું તે વાચના.
પૃચ્છના-ગ્રહણ કરેલી વાચનામાં શંકા ઉત્પન્ન થવાથી ફરી વાર પૂછવું અથવા આગળ ભણેલ સૂત્ર વિગેરેના શંકા વિગેરેમાં પ્રશ્ન કરવા તે પૃચ્છના.
પરાવર્તના-પૃચ્છના દ્વારા શુદ્ધ થયેલ સૂત્ર ભૂલાઈ ન જાય, તે માટે શુદ્ધ ઉચ્ચારપૂર્વક જે પુનરાવર્તન કરાય તે પરાવર્તના.
અનુપ્રેક્ષા-સૂત્રની જેમ અર્થ પણ ન ભૂલાય તે માટે અર્થનું મનથી અભ્યાસ એટલે ચિંતન કરવું તે અનુપ્રેક્ષા.
ધમકથા- અભ્યાસ કરેલ કૃત વડે કથા કરવી તે ધર્મકથા. ધર્મ એટલે શ્રુતધર્મ અને કથા એટલે વ્યાખ્યા. શ્રુતની વ્યાખ્યા તે ધર્મકથા.
પ. ધ્યાન -જેના વડે અંતમુહૂર્ત કાળ સુધી એકાગ્ર ચિત્તે પદાર્થનું જે ચિંતન થાય (ધ્યાન કરાય) તે ધ્યાન. કહ્યું છે કે, - છાને એક પદાર્થ પર અંતમુહૂર્ત કાળ સુધી ચિત્તની સ્થિરતા તે ધ્યાન છે. કેવલીને યોગને નિરોધ તે ધ્યાન છે. તે ધ્યાન આત, રૌદ્ર, ધર્મ અને શુકલ-એમ ચાર પ્રકારે છે. - ૧. આતધ્યાન-ઋત એટલે દુખ. તે દુખના કારણ કે તે દુઃખનું કારણ જે હોય, તે પ્રાણ પડનાર હોવાથી આર્ત. ૧. અમનેઝ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ વિષયેના સ્થાનભૂત કાગડા વિગેરે પ્રાણીઓના રહેઠાણના વિયેગનું અને ભવિષ્યમાં