________________
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર :
૧૨૯ સત્કાર એટલે સ્તવન વંદન વિગેરે, અભ્યત્થાન એટલે વિનય એગ્ય વ્યક્તિને જોઈ તરત બેઠા હોય તે ઉભા થઈ જવું. સન્માન એટલે વસ્ત્ર-પાત્ર વડે સત્કાર કરે. આસનાભિગ્રહ એટલે ઉભા રહેવું, વડિલને આસન આપી અહીં બિરાજે એમ કહેવું, વડિલ એક સ્થાનેથી બીજા સ્થાને જાય તે આસન લઈ ત્યાં આપવું તે આસનાનપ્રદાન. કૃતિકર્મ કરવું બે હાથ જોડવા તે અંજલીગ્રહ.
અનાશાતનાવિનય પંદર પ્રકારે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે -તીર્થકર, ધર્મ, આચાર્ય, વાચક, સ્થવિર, કુલ, ગણ, સંઘ, એક સામાચારીવાળા સાંગિક, કિયાવાન , મતિજ્ઞાન વિગેરેના વિશે ભક્તિ, બહુમાન, ગુણાનુવાદ કરવા તે અનાશાતના વિનય કહેવાય છે.
ભક્તિ એટલે બહાસેવા, બહુમાન એટલે આંતર પ્રીતિ, વર્ણવાદ એટલે ગુણાનુવાદ.
ચારિત્રવિનય એટલે સામાયિક વિગેરે ચારિત્રની સહણ તથા કાયા વડે પાલના અને સર્વ જીવોની આગળ તેની પ્રરૂપણા
મન-વચન-કાયવિનય–આચાર્ય વિગેરેને વિષે સર્વકાળે અકુશલ (અશુભ) મન-વચન-કાયાનો રોલ તથા કુશલ (શુભ) મન-વચન-કાયાનું પ્રવર્તન તે મનવચન-કાયવિનય છે.
ઉપચારવિનય-સુખકારક ક્રિયા વિશેષથી થયેલ હોય, તે ઔપચારિક વિનય, તે સાત પ્રકારે છે ૧. અભ્યાસસ્થાન, ૨. છંદાનુવર્તન, ૩. કૃત પ્રતિકૃતિ, ૪. કાર્ય નિમિત્ત કારણ, ૫. દુખા ગષણ, ૬. દેશ-કાળજ્ઞાન, ૭. સર્વાર્થેqનુમતિ–એ પ્રમાણે ઔપચારિક વિનય સંક્ષેપથી કહેલ છે.
૧. અભ્યાસસ્થાન એટલે સૂત્ર વિગેરેના અભ્યાસીએ આચાર્ય વિગેરેની પાસે જ રહેવું. ૨. છrદાનુવર્તન એટલે ગુરુઓની ઈચ્છા પ્રમાણે વર્તવું.
૩. કૃત પ્રતિકૃતિ એટલે ભજન વિગેરેની ભક્તિથી કેવલ નિર્જરા નહીં પણ પ્રસન્ન થયેલ ગુરુઓ મને સૂત્રાર્થના દાન વડે પ્રત્યુપકાર કરશે.
૪. કાર્ય નિમિત્ત કારણ એટલે કાર્ય કૃત પ્રાપ્તિ વિગેરે રૂપ નિમિત્તને પામીને એટલે આ ગુરુની પાસે હું શ્રત પામે છે, માટે તેમને વિનય કરવો જોઈએ, એ નિમિત્તે વિનયાનુષ્ઠાન કરવું. અથવા સમ્યફ સૂત્ર–અર્થ ભણવવારૂપ કાર્ય; તે નિમિત્તે જે વિનય કરે તે કારિત નિમિત્ત કારણ કહેવાય. અર્થાત્ ગુરુ વડે સારી રીતે ભણાવાયેલ શિવે વિશેષ પ્રકારે વિનયાનુષ્ઠાનમાં સારી રીતે પ્રવર્તવું જોઈએ. ૧૭