________________
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર
૧૩૭ ખંડન થાય છે. હવે જે વિવક્ષિત બંધ વગેરેમાં પણ પચ્ચખાણ માનીને વ્રતનું ખંડન મનાય, તે દરેક વ્રતમાં અતિચારરૂપ વ્રત પણ અધિક થઈ જાય માટે બંધ વગેરેમાં અતિચારપણું ઘટતું નથી.
ઉત્તર-સાચી વાત છે. હિંસાનું જ પચ્ચખાણ કર્યું છે. પણ બંધ વગેરેનું નહિ. પરંતુ હિંસા વગેરેનાં પચ્ચખાણ કરવાથી ઉપલક્ષણથી તેનું પણ પચ્ચક્ખાણ થઈ જાય છે. કારણ કે વધ, બંધ વગેરે હિંસાના કારણરૂપ છે.
પ્રશ્ન:-બંધાદિ કરવા છતાં વ્રત ભંગ કહેવાય નહિ અને અતિચાર કહેવાય એમ શા માટે?
ઉત્તર :-વ્રત અંતવૃત્તિરૂપ અને બહિંવૃત્તિરૂપ-એમ બે પ્રકારે છે. (૧) હું મારુ છું. એ પ્રમાણેનાં વિકલ્પનાં અભાવથી જ્યારે ગુસ્સા વગેરેને આધીન થઈ બીજા જીવની હિંસાને ગણકાર્યા વગર બંધ વગેરેમાં પ્રવર્તી અને તે જીવ ન મરે, તે પણ વિરતિની અપેક્ષા વગરની નિર્દય પ્રવૃત્તિ હોવાથી અંતવૃત્તિથી હિંસાનો ભંગ છે. અને હિંસાનો અભાવ હોવાથી બહિવૃત્તિ એ પાલન છે, માટે વ્રતનાં દેશ પાલન અને દેશ ભંગથી વધાદિ અતિચારરૂપ ગણાય છે. કહ્યું છે કે
“હું નહિ મારું” એવા વ્રતવાળાને મરણ વગર અતિચાર ક્યાં થાય છે? કહે છે કે વ્રતની અપેક્ષા વગર જે ગુસ્સે થઈ વધ વગેરે કરે છે તેમાં મરણ ન થતું હેવાથી વ્રત રહે છે અને ગુસ્સો અને નિર્દયતાનાં કારણે વ્રત ભંગ ગણાય છે. માટે વ્રતનાં દેશ (અંશોનું પાલન અને દેશભંગ હોવાથી પૂજ્ય અતિચાર કહે છે.
હવે તમે જે “ત્રતા વિર્યતે”=“વ્રતની મર્યાદા ન રહે.” વગેરે કહ્યું તે પણ બરાબર નથી. કેમકે વિશુદ્ધ અહિંસાનો સદ્દભાવ હોય, તે બંધ વગેરેને અભાવ જ હોય છે. માટે નક્કી થયું કે બંધ વગેરે અતિચારે જ છે. બંધ વગેરેનાં ઉપલક્ષણથી મંત્ર, તંત્ર વગેરેનાં પ્રયોગો પણ અતિચારરૂપે જાણવા. (૨૭૪) બીજા વ્રતનાં અતિચાર?
सहसा कलंकणं १ रहसदूसणं २ दारमंतभेयं च ३ ।
तह कूडलेहकरणं ४ मुसोवएसो ५ मुसा दोसा ॥ २७५ ॥ સહસાકલંકકરણ, રહસ્યદૂષણ, સ્ત્રીને મંત્ર ભેદ, ફલેખકરણ તથા બેટે ઉપદેશ—એ મૃષાવાદનાં અતિચારે છે.
૧. સહસા એટલે વિચાર્યા વગર જે કલંક કે ખોટા આરોપ કે ટી આળ આપવી તે સહસાકકકરણ કહેવાય. જેમકે તું ચાર છે, પરસ્ત્રી લંપટ છે વગેરે.
૧૮
:
.