________________
૮૪
साकेयं च तहद्वा पच्चक्खाणं च दसमयं । संकेयं अट्ठा हो अद्धायं दसहा भवे || १८८ ।।
પ્રવચનસારાદ્ધાર
૧. ભાવિ એટલે ભવિષ્યકાળ. ર. અતીત એટલે ભૂતકાળ, ૩. કેટી સહિત. ૪. નિયત્રિત ૫. આગારા સહિત તે સાકાર, ૬. આગાર રહિત તે વિગતાકાર. ૭. પરિમાણવાળુ. ૮. નિરવશેષ. ૯. સાંકેત એટલે સંકેતવાળું તથા ૧૦ અદ્દા પ્રત્યાખ્યાન -એમ દશ પચ્ચક્ખાણ છે.
સકેતપચ્ચક્ખાણ આઠ પ્રકારે અને અદ્દાપચ્ચક્ખાણ દશ પ્રકારે છે. આ બધા પચ્ચક્ખાણાની મૂલથી ક્રમસર વ્યાખ્યા કરે છે. (૧૮૭–૧૮૮) होही पज्जोसवणा तत्थ य न तवो हवेज्ज काउं मे । गुरु गण गिलाणसिक्खगतवस्सिकज्जाउलत्तेण ॥ १८९ ॥ इअ चितिअ पुन्वं जो कुणइ तवं तं अणागयं विंति । तमइकंत तेणेव हेउणा तवइ जं उड़ढं ॥ १९० ॥
૧. ભાવિ પચ્ચક્ખાણુનું સ્વરૂપ આ પ્રમાણે છે. પર્યુષણા વિગેરે પમાં અઠ્ઠમ વિગેરે તપ જરૂર કરવાના હોય છે, પરંતુ તે અદ્ભૂમ વિગેરે તપ પર્યુષણા વિગેરેમાં ગુરુ એટલે આચાય, ગણુ, સમુદાય, ગ્લાન, રાગી, નવદીક્ષિત, શૈક્ષક, કઠાર તપ કરનાર તપસ્વી વિગેરેની ગાચરી–પાણી વિગેરે લાવવારૂપ વૈયાવચ્ચમાં રોકાયેલ હાવાથી ન કરી શકે, તે તે કારણ વિચારીને તે તપ પર્યુષણા પહેલા કરી લે તા તે અનાગતતપ કહેવાય.
૨. ગુરુ, આચાર્ય –ગણ વિગેરેના કાર્ય માં વ્યાકુલ હોવાના કારણે, તે તપ પર્યુષણા વિગેરે પ ગયા પછી કરે, તેા તે અતીત તપ કહેવાય. (૧૮૯–૧૯૦)
गोसे अब्भतट्ठ जो काउं तं कुणइ बीयगोसेऽवि ।
कोडीदुग - मिलणे कोडी सहियं तु नामेण ॥ १९९ ॥
૩. પ્રભાતે જેણે ઉપવાસ કર્યાં હાય, તે બીજા દિવસે પણ ઉપવાસ કરે, તે તે એ કોટી ( ઈંડા ) મળવાથી કેાટી સહિત તપ કહેવાય. આગળના દિવસના કરેલ ઉપવાસના અંતરૂપ કાટી ( ઈંડા ) ખીજા દિવસના સવારે કરેલ ઉપવાસની શરૂઆતરૂપ કાટી–આ એ કોટી મળવાથી કેાટી સહિત નામનું પ્રત્યાખ્યાન. એમ અઠ્ઠમ વિગેરેમાં એક તરફ કાટી પૂરી થવારૂપ અને બીજી, ત્રીજા ઉપવાસની શરૂઆતરૂપ કોટી મળવાથી કાટી સહિત. એ પ્રમાણે આયંબિલ, નીવિ, એકાસણું વિગેરેમાં પણ જાણવું.
ગણધર ભગવંતાએ પણ કહ્યું છે કે પચ્ચક્ખાણુના શરૂઆતના દિવસના અંતઅને પૂરા થવાના દિવસને આદિએ બંને જ્યાં મળે તે કાટીસહિત કહેવાય. (૧૯૧)