________________
પ્રવચનસારોદ્ધાર દેવસિય પ્રતિક્રમણમાં સે, રાઈઅમાં પચાસ, પફિખમાં ત્રણસો, ચોમાસામાં પાંચ અને સંવત્સરીમાં એક હજાર આઠ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાર્યોત્સર્ગ છે.
સાંજના પ્રતિક્રમણમાં સે પાદને કાઉસ્સગ્ન થાય છે, કેમકે એક લેકના ચાર પાર હોય છે. પચીસ કલેકને ચારથી ગુણતા સે પાદ થાય છે. પખિ પ્રતિક્રમણમાં બાર લેગસ્સના ત્રણસો પાદ થાય છે. (બારને પચીસથી ગુણતા ત્રણ થાય છે.)
માસી પ્રતિકમણમાં વીસ લેગસ્સના પાંચસે પાર થાય છે. (વીસને પચીસથી ગુણતા પાંચસો થાય છે.) સંવત્સરી પ્રતિક્રમણમાં ચાલીસ લેગસ્સ અને એક નવકાર ગણતા એક હજાર આઠ પાદ થાય છે. (ચાલીસને પચીસથી ગુણતા એક હજાર થાય અને નવકારના આઠ પાદ મળી એક હજાર આઠ પાદ થાય.) (૧૮૫)
देवसियचाउमासियसंवच्छरिएसु पडिक्कमण-मज्झे ।
मुणिणो खामिज्जति तिन्नि तहा पंच सत्त कमा ॥ १८६ ॥ દેવસિય, માસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં મુનિઓ અનુક્રમે ત્રણ, પાંચ, સાત ખામણા ખામે.
કયા પ્રતિક્રમણમાં કેટલા ખામણા થાય તે કહે છે. અહિં દેવસિય ગ્રહણ કરવા વડે રાઈ અને પફિખનું પણ સમાન વિષય હોવાથી ગ્રહણ થાય છે. તેથી દેવસિય, રાઈ, અને પફિખ પ્રતિક્રમણમાં ત્રણ, ચોમાસામાં પાંચ અને સંવત્સરી પ્રતિક્રમણમાં સાત ખામણ મુનિઓ કરે છે.
આને તાત્પર્યાથે આ પ્રમાણે છે :- દેવસિય, રાઈય પ્રતિક્રમણમાં ત્રણ સાધુઓને ખામણું કરાય છે. પફિખમાં પણ ત્રણ ખામણું કરાય છે.
આવશ્યકચૂર્ણિમાં પાક્ષિક પ્રતિક્રમણ અવસરે કહ્યું છે કે, “જઘન્યથી ત્રણને ખમાવે અને ઉત્કૃષ્ટથી સર્વેને ખમાવે.” માસીમાં પાંચ અને સંવત્સરીમાં સાત ખામણું કરે.
પાક્ષિકસૂત્રની ટીકામાં સંબુદ્ધા ખામણ પ્રસંગે કહ્યું છે કે, જઘન્યથી ત્રણ પ્રતિક્રમણમાં ત્રણ અથવા પાંચ, ચામાસી અને સંવત્સરીમાં સાત ઉત્કૃષ્ટથી પફિખ. માસી, સંવત્સરીમાં સર્વને ખમાવે છે.
વૃદ્ધ સામાચારીમાં તે દેવસિય, રાઈ, પ્રતિક્રમણમાં ત્રણ, પફિખમાં પાંચ અને માસી, સંવત્સરીમાં સાત ખામણા કરે. ઉત્કૃષ્ટથી ત્રણે સ્થાનમાં એટલે કે દેવસિય, સંબુદ્ધા અને પ્રત્યેક આ ત્રણેમાં સર્વને ખમાવે.