________________
‘વંદનદ્વાર
| ૭૧ જ્યારે તે જ શિષ્યને ગુરુ એમના સગાવહાલા મિત્રાદિની સમક્ષ કંઈ અપ્રિય કહે ત્યારે જે શિષ્યને ઠેષ થાય, તો તે પરપ્રત્યયમન છેષ જાણો. આ પ્રમાણે બીજા કારણથી પણ સ્વ–પર પ્રત્યયથી મનઃપ્રÀષ જેમાં થાય છે, તે મનઃપ્રઢષ કહેવાય છે.
જે “અ૫–પર પત્તિએણે” એ પ્રમાણે પાઠ હોય તે આત્માની અપ્રિતી અને પરની અપ્રિતીથી મનઃપ્રàષ થાય છે. એની વિચારણા ઉપર પ્રમાણે કરવી. આ મન પ્રષદોષ.
૧૦. જાનુ ઉપર બે હાથ રાખી અથવા નીચે રાખી અથવા બે પડખે રાખી અથવા ખોળામાં રાખી અથવા ડાબે કે જમણે જાનુ બે હાથની વચ્ચે રાખી જે વંદન કરાય તે વેદિકાપંચક દેષ.
૧૧. વંદન ન કરું તે ગચ્છમાંથી કાઢી મૂકશે વિગેરે ભયથી જે વંદન કરાય તે ભયવંદન. (૧૬૦–૧૬૧)
भयइ व भयिस्सइत्ति य इअ वंदइ ण्होत्यं निवेसंतो।
एमेव य मित्तीए गारव सिक्खाविणीओऽहं ॥ १६२ ॥ મને ભજે કે ભજશે એ કારણથી નિહેરક સ્થાપવાપૂર્વક વંદે તે ભજ માનવંદન કહેવાય. એ પ્રમાણે મિત્રી વંદનમાં પણ એમ જ સમજવું. શિક્ષાવાન અને વિનીત છે એવા નૈરવ માટે વંદન કરાય તે ગેરવવંદન.
૧૨. હે આચાર્ય ભગવંત અમે તમને વંદન કરીએ છીએ—એ પ્રમાણે જણાવવાપૂર્વક વંદન કરે. શિષ્ય ગુરુને નજરાણું મૂકવાની જેમ ભજે છે. અર્થાત્ શિષ્ય મનમાં વિચારે કે ગુરુ મને સાચવે છે, સાચવ્યા છે, સાચવશે, અનુકૂળ રહેશે, મારી સેવામાં સાધુઓ આપશે વિગેરે અપેક્ષાપૂર્વક વંદન કરે, એટલે જે આચાર્ય મારી સેવા (સંભાળ) . કરશે તે હું પણ વંદનરૂપી નિહારક (ભટણું) મૂકીશ—એવા ઈરાદાપૂર્વક વંદન કરે તે (ભજન્ત) દોષ.
૧૩. જેમ નિહેરકદેષ યુક્ત વંદન કરે તેમ મૈત્રી આશ્રચિને પણ વંદન કરે એટલે આચાર્ય સાથે મિત્રતા–પ્રેમની ઈચ્છાથી વંદન કરે તે મૈત્રીષ.
૧૪. આ બધા સાધુઓમાં હું વંદનની સામાચારીમાં કુશળ છું, વિનિત છું એ પ્રમાણે જાણે એવા ઈરાદાથી બરાબર આવર્તી વિગેરે કરવાપૂર્વક વંદન કરે તે ગૌરવ વંદન. (૧૬૨
नाणाइ तिगं मोत्तं कारणमिहलोयसाहयं होइ ।
पूया गारव हेऊं नाणग्गहणे वि एमेव ॥ १६३ ॥ ૧૫. જ્ઞાન, દર્શન, ચારિત્ર સિવાય અન્ય કંઈ પણ આલેક સંબંધી વસ્ત્ર-કાંબળ વિગેરેની ઈચ્છાથી જે વંદન કરે તે કારણ દોષ.